Nine family members born on same day

Nine family members born on same day: પરિવારના નવ સભ્યોનો એક જ તારીખે જન્મ, બન્યો વર્લ્ડ રેકોર્ડ

Nine family members born on same day: પતિ-પત્ની અને સાત બાળક પહેલી ઓગસ્ટે જન્મ આપીને ભારતીય પરિવારનો રેકોર્ડ તોડયો

લાહોર, 19 જુલાઇઃ Nine family members born on same day: પાકિસ્તાના એક પરિવારમાં નવ વ્યક્તિ છે અને તમામનો જન્મ પહેલી ઓગસ્ટના રોજ છે, આ બાબતની ખરાઇ થતાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પરિવારના નામે રેકોર્ડનું સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પહેલાં આ રેકોર્ડ એક ભારતીય પરિવારના નામે હતો, જેમાં પાંચ વ્યક્તિનો જન્મ એક જ તારીખે હતો.આ પરિવારના મોભીનું નામ અમીર આઝાદ માંગી છે. માંગીના પરિવારમાં તેની પત્ની અને બાળકો સહિત નવ સભ્યો છે. સાત બાળકોમાંથી ચાર બાળકો જોડિયા છે અને પરિવારના તમામ નવ સભ્યોનો જન્મ પહેલી ઓગસ્ટના રોજ છે.

આ ઉપરાંત આશ્ચર્યજનક બાબત એ છે કે દંપતીના લગ્ન પણ પહેલી ઓગસ્ટના રોજ થયા હતા. ગિનીસ બુક દ્વારા તમામ વિગતોની ખરાઇ કરી માંગી પરિવારને રેકોર્ડ સ્થાપિત કરતું સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Corona third wave in UK: બ્રિટનના વડાપ્રધાન અને નાણા પ્રધાને સેલ્ફ આઇસોલેટ થવાનો નિર્ણય લીધો- વાંચો વિગત