Corona third wave in UK: બ્રિટનના વડાપ્રધાન અને નાણા પ્રધાને સેલ્ફ આઇસોલેટ થવાનો નિર્ણય લીધો- વાંચો વિગત

Corona third wave in UK: બ્રિટનના આરોગ્ય પ્રધાન સાજિદ જાવીદના સંપર્કમાં આવ્યા પછી બોરિસ જોહ્નસન અને રિશિ સુનકે સેલ્ફ આઇસોલેટેડ થવાનો નિર્ણય લીધો છે

લંડન, 19 જુલાઇ: Corona third wave in UK: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસન અને નાણા પ્રધાન રિશિ સુનકે કોવિડ પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવ્યા પછી પોતાને સેલ્ફ આઇસોલેટ કરી લીધા છે. બ્રિટનના આરોગ્ય પ્રધાન સાજિદ જાવીદના સંપર્કમાં આવ્યા પછી બોરિસ જોહ્નસન અને રિશિ સુનકે સેલ્ફ આઇસોલેટેડ થવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે ક ગઇકાલે  બ્રિટનના આરોગ્ય પ્રધાન સાજિદ જાવીદનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. 

અગાઉ બંને નેતાઓએ જાહેરાત કરી હતી કે તે સેલ્ફ આઇસોલેટેડ નહીં થાય અને ઓફિસમાં કામ કરવાનું ચાલુ રાખશે. જો કે તેમણે આજે યુટર્ન લઇ સેલ્ફ આઇસોલેટેડ થવાનો નિર્ણય લીધો છે. સાજિદ જાવીદના સંપર્કમાં આવનારા અન્ય લોકો પણ સેલ્ફ આઇસોલેશમાં જશે તેવી શક્યતા છે. આ અંગે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસને જણાવ્યું હતું કે તે 26 જુલાઇ સુધી સેલ્ફ આઇસોલેશન(Corona third wave in UK)માં રહેશે. 

ઉલ્લેખનીય છે કે આ બ્રિટનના વડાપ્રધાન અને નાણા પ્રધાને સેલ્ફ આઇસોલેશનમાં જવાનો નિર્ણય(Corona third wave in UK) એવા સમયે લીધો છે જ્યારે બ્રિટનમાં ત્રીજી લહેર શરૂ થઇ ગઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.  ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે ત્યારે અગાઉ કરેલી જાહેરાત મુજબ કોરોનાના નિયંત્રણો દૂર કરવામાં આવશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Tokyo olympics: સાઉથ આફ્રિકાના બે ફૂટબોલરો સહિત ત્રણ ખેલાડીઓને કોરોના, દરરોજ બધાનો થાય છે કોરોના ટેસ્ટ!