the deepest swimming pool

The deepest swimming pool on earth: અહીં પૃથ્વી પરનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ તૈયાર થયો, વાંચો વિગત

The deepest swimming pool on earth: ૮૨૮ મીટર ઉંચી અને ૧૬૦ માળ ધરાવતી બુર્જ ખલીફા ઉપરાંત હવે વિશ્વનો સૌથી ઉંડો સ્વમિંગ પૂલ પણ બન્યો છે

જાણવા જેવું, 15 જુલાઇઃThe deepest swimming pool on earth: સંયુકત અરબ અમિરાત અને ખાડી દેશોના સૌથી મોટા શહેર દુબઇમાં પૃથ્વી પરનો સૌથી ૬૦ ઉંડો સ્વિમિંગ પૂલ તૈયાર કર્યો છે. આ સ્વિમંગ પૂલનું નામ ડીપ ડ્રાઇવ દુબઇ રાખવામાં આવ્યું છે. અહીંયા ડાઇવના શોખીન તરવૈયાઓને ૬૦ મીટર સુધી ઉંડે સુધી ડુૂબકી મારવાનો મોકો મળે છે. આ એક માત્ર સ્વિમિંગ પૂલ નથી પરંતુ તરવૈયાઓ માટે સ્વર્ગ છે.

આ ડીપ ડાઇવની શરુઆત હમણાં થોડાક સમય પહેલા જ થઇ છે. ૬૦ મીટર એટલે કે ૨૦૦ ફૂટ ઉંડો સ્વિમિંગ પૂલ(The deepest swimming pool on earth)માં ૧.૪૬ કરોડ લિટર પાણી સમાય છે. આ તાજા પાણીનો સ્ત્રોત ઓલિમ્પિકસ આકારના સ્વિમિંગ પૂલમાં નાખવામાં આવે તેટલું થાય છે. સ્વિમિંગ પૂલની સજાવટ ધીમું સંગીત અને ઝગમગતી રંગીન લાઇટો આકર્ષક બનાવે છે.

The deepest swimming pool on earth 1

આ સ્વિમિંગ પૂલમાં ૧ કલાક નહાવાની રુપિયા ૧૦ હજારથી વધારે ફી છે. જો કે છેક તળિયા સુધી ડાઇવ મારવી હોયતો ૩૦ હજાર રુપિયા ખર્ચવા પડે છે. ડીપ ડાઇવ દુબઇના પૂલનો આકાર સીપ જેવો છે જે સ્વિમિંગ પૂલની યૂએઇ પર્લ ડાઇવિંગ પરંપરાને સમર્પિત છે. ૮૨૮ મીટર ઉંચી અને ૧૬૦ માળ ધરાવતી બુર્જ ખલીફા ઉપરાંત હવે વિશ્વનો સૌથી ઉંડો સ્વમિંગ પૂલ(The deepest swimming pool on earth) પણ બન્યો છે.

આ પૂલની સૌથી મોટી ખાસિયત જલમગ્ન સિટી છે. જેના એક એપાર્ટમેન્ટમાં અને આર્કેડ પણ જોવા મળે છે. જેમાં સ્કૂબા ડાઇવર્સ માટે વિવિધ પ્રકારના કોર્સ ઉપલબ્ધ છે એટલું જ નહી એમેચ્યોર ડાઇવર્સ માટે ફમ કેમેરા સાથે પૂલમાં અલગ અલગ મૂડની ૧૬૪ લાઇટસ લગાવવામાં આવી છે.

ભવિષ્યમાં આ પૂલમાં ૮૦ બેઠકોનું એક રેસ્ટોરન્ટ પણ ખુલવાનું છે જયાં મીટિંગ્સ,ઇવેન્ટસ અને કોન્ફરન્સનું આયોજન કરી શકાશે. આ પૂલના ફ્રેશ પાણીને દર છ કલાકે નાસા દ્વારા વિકસિત કરવામાં આવેલી ફિલ્ટર ટેકનોલોજી અને અલ્ટ્રા વાયલેટ રેડિએશનથી ફિલ્ટર કરવામાં આવશે. પૂલના તાપમાનમાં તરવૈયાઓની સગવડતા માટે ૩૦ ડિગ્રી સેલ્સિયસ સુધી મેન્ટેન કરવામાં આવશે. સ્કૂબા ડાઇવિંગની દુનિયા વિકસિત કરવામાં યોગદાન આપનારા જોરોડ જેબલોંસ્કી ખુદ ડીપ ડાઇવ દુબઇના ડાયરેકટર છે.

આ પણ વાંચોઃ Notice to state centre: લોકડાઉનને લઇ કેન્દ્રનો રાજ્યોને આદેશ, વાંચો શું કહ્યું?

Whatsapp Join Banner Guj