Patanjali turnover: પતંજલિ ગ્રૂપનુ ટર્નઓવર આટલા કરોડ પર પહોંચ્યુ, હવે રામદેવ બાબા લાવશે IPO- વાંચો સંપૂર્ણ વિગત

Patanjali turnover: આગામી ત્રણ થી ચાર વર્ષમાં પતંજલિ ગ્રૂપે પોતાની તમામ કંપનીઓને દેવામુક્ત કરવાનુ લક્ષ્ય રાખ્યુ છે

બિઝનેસ ડેસ્ક, 15 જુલાઇઃPatanjali turnover: મેઇડ ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપતા યોગ ગુરુ રામદેવ બાબાની કંપની પતંજલિ ગ્રૂપનુ ટર્ન ઓવર 2020-21માં 30000 કરોડ રુપિયા પર પહોંચી ચુકયુ છે. જોકે તેમાં ખાસુ એવુ યોગદાન રુચિ સોયા કંપનીનુ છે.જેને પતંજલિ ગ્રૂપે ખરીદી લીધી છે.ટર્ન ઓવરમાં રુચિ સોયાનો ફાળો 16000 કરોડ રુપિયાનો છે.

પતંજલિ ગ્રૂપ હવે પોતાનો આઈપીઓ લાવવાની પણ યોજના બનાવી રહ્યુ છે. આગામી ત્રણ થી ચાર વર્ષમાં પતંજલિ ગ્રૂપે પોતાની તમામ કંપનીઓને દેવામુક્ત કરવાનુ લક્ષ્ય રાખ્યુ છે. રુચિ સોયા પર 3000 કરોડ રુપિયા જેટલુ દેવુ છે.

બાબા રામદેવે એવા સંકેત આપ્યા છે કે, પતંજલિ આયુર્વેદનુ શેર બજારમાં લિસ્ટિંગ કરવામાં આવશે અને તેનો આઈપીઓ આવશે.જોકે આ માટેની કોઈ સમસ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

પતંજલિ ગ્રૂપે જે આંકડા જાહેર કર્યા છે તે પ્રમાણે પતંજલિ આયુર્વેદનુ ટર્ન ઓવર 9783 કરોડ રુપિયા અને પતંજલિ બિસ્કિટનુ ટર્ન ઓવર 650 કરોડ રુપિયા રહ્યુ છે.જ્યારે પતંજલિની અન્ય એક આયુર્વેદ બ્રાન્ચ દિવ્ય ફાર્મસીનુ ટર્ન ઓવર 350 કરોડ રુપિયા અને પતંજલિ ગ્રામોદ્યોગનુ ટર્ન ઓવર 396 કરોડ રુપિયા છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ The deepest swimming pool on earth: અહીં પૃથ્વી પરનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ તૈયાર થયો, વાંચો વિગત