Worlds most expensive soap

Worlds most expensive soap: આ છે વિશ્વનો સૌથી મોંઘો સાબુ, 143 કરોડમાં થઇ હરાજી- વાંચો સાબુની ખાસિયત વિશે

Worlds most expensive soap: હોંગકોંગમાં એની હરાજી કરવામાં આવી ત્યારે એના અંદાજ કરતાં ત્રણ ગણી વધુ કિંમત મળી

નવી દિલ્હી, 05 મેઃWorlds most expensive soap: 4 ઈંચનો સાબુ, જેનો ઉપયોગ ચીનના સમ્રાટ સ્ટેમ્પ તરીકે કોઈ પેઇન્ટિંગ પર હસ્તાક્ષર કરવા માટે કરતા હતા. હવે જ્યારે હોંગકોંગમાં એની હરાજી કરવામાં આવી ત્યારે એના અંદાજ કરતાં ત્રણ ગણી વધુ કિંમત મળી. તેની લગભગ 143 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. આ સાબુ કોણે ખરીદ્યો એનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે. જાણો આખરે આ સાબુમાં શું ખાસ છે કે એને આટલી મોટી કિંમતે વેચવામાં આવ્યો.

18મી સદીના સાબુની ગોટીના ઉપરના ભાગ પર સિંહની પ્રતિમા બનાવવામાં આવી છે અને નીચેના ભાગમાં ખાસ પ્રકારનું કોતરકામ કરવામાં આવ્યું છે. આ સીલનો ઉપયોગ ક્યાનલોંગ સમ્રાટ કરતા હતા. આર્ટ અને હિસ્ટ્રીના એક્સપર્ટ આ સાબુને એક સ્ટેમ્પ તરીકે પ્રમાણિત કરી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ Asani Cyclone: આસાની વાવાઝોડાના એંધાણ, આ બે રાજ્યો પર ખાસ જોવા મળશે અસર

Advertisement

લંડનમાં રહેતા ચીનના રાજદ્વારી ડૉ. વુઓ કિયુઆનનું 1997માં અવસાન થયું હતું. તેમણે આર્ટ કલેક્શન તરીકે આ સાબુ સહિત ઘણી કીમતી વસ્તુઓ સાચવી રાખી હતી. છેલ્લી સદીની શરૂઆતમાં, ચીનમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે ડૉક્ટર કિયુઆન યુરોપ આવી ગયા હતા.

હરાજી કરનારાઓએ અંદાજ લગાવ્યો હતો કે આ સ્ટેમ્પ 5 મિલિયન પાઉન્ડ એટલે કે 48 કરોડ રૂપિયામાં હરાજી થશે, પરંતુ તેની ત્રણ ગણી વધુ 143 કરોડ રૂપિયામાં હરાજી થઈ હતી. એશિયામાં સીલની આ હરાજીએ રેકોર્ડ બનાવી દીધો છે.

આ પણ વાંચોઃ Summer hair care tips: ગરમી અને બફારામાં વાળ ઓઇલી રહે છે? આ રીતે લો ખાસ સંભાળ

Advertisement
Gujarati banner 01