Students visa

60 countries allow Indians to travel visa free: ભારતના પાસપોર્ટને 60 દેશોમાં જવા માટે અગાઉથી વિઝા નહીં લેવા પડે

60 countries allow Indians to travel visa free: વર્ષ 2021માં ભારતીય પાસપોર્ટ 199 દેશોની રેન્કિંગમાં 90મા ક્રમે હતો, પરંતુ વર્ષ 2022માં ભારતીય પાસપોર્ટ 7 સ્થાનની છલાંગ લગાવીને 83મા સ્થાને પહોંચી ગયો

નવી દિલ્હી, 28 જુલાઇઃ 60 countries allow Indians to travel visa free: ભારત અને દુનિયા હવે કોરોનાકાળને પાછળ રાખીને આગળ વધી રહી છે અને હાલમાં જ પ્રસિદ્ધ થયેલા પાસપોર્ટ, પાવર, ઈન્ડેકસમાં ભારતીય પાસપોર્ટે 83માં સ્થાને છે. એટલે કે ભારતીય પાસપોર્ટ હવે પહેલા કરતા વધુ શક્તિશાળી બની ગયો છે.  

તાજેતરમાં ઇમિગ્રેશન કન્સલ્ટન્સી હેનલી એન્ડ પાર્ટનર્સે નવો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ જાહેર કર્યો છે. તેમાં કુલ 199 દેશોના પાસપોર્ટ સામેલ છે. વર્ષ 2021માં ભારતીય પાસપોર્ટ 199 દેશોની રેન્કિંગમાં 90મા ક્રમે હતો, પરંતુ વર્ષ 2022માં ભારતીય પાસપોર્ટ 7 સ્થાનની છલાંગ લગાવીને 83મા સ્થાને પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ Covid case: ભાવનગર શહેરમાં 31 અને ગ્રામ્ય કક્ષાએ કોરોના પોઝિટિવના 7 કેસ ગ્રામ્ય કક્ષાએ 9 દર્દો થયા કોરોનામુક્ત, એક્ટિવ દર્દી 210

ભારતીય પાસપોર્ટની આ તાકાતનો લાભ તે તમામ ભારતીયોને મળશે જેમની પાસે ભારતીય પાસપોર્ટ છે. હવે ભારતીય પાસપોર્ટ ધારકો વિઝા વિના વિશ્વના 60 દેશોમાં જઈ શકશે. ગયા વર્ષ સુધી, ભારતીય પાસપોર્ટ દ્વારા કુલ 58 દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સ એ દુનિયાના તમામ પાસપોર્ટનો ઓરિજિનલ અને વિશ્વસનીય ઇન્ડેક્સ ગણવામાં આવે છે. પાસપોર્ટ ઇન્ડેક્સ પરથી કહી શકાય કે જે દેશો આર્થિક રીતે સદ્ધર છે તેને આ યાદીમાં ટોચનું સ્થાન મળે છે જ્યારે જે દેશો આર્થિક રીતે નબળા હોય અથવા જ્યાં અંધાધૂંધી અને અવ્યવ-સ્થા હોય તેવા દેશોનેે આ યાદીમાં નીચેનું સ્થાન મળે છે.

આ પણ વાંચોઃ August horoscope 2022: ઓગસ્ટ મહિનામાં આ રાશિના જાતકોને મળશે ધનલાભ, મળશે ભાગ્યનો સાથ

Gujarati banner 01