Dragon Fruit vdr image

Dragon Fruit: કમલમ ફળ (ડ્રેગન ફ્રૂટ) ની ખેતી માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ બાગાયત ખાતા દ્વારા ખેડૂતોને સહાય આપવાનો પ્રારંભ

Dragon Fruit: ગુજરાતે જેને કમલમ ફળનું આગવું નામ આપ્યું છે એવા ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરનારા સાહસિક ખેડૂતોને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રોપા માટે સહાય આપવામાં આવે છે.

  • વડોદરા જિલ્લાના કરજણ ડભોઈ વાઘોડિયા પાદરા તાલુકાઓના ખેડૂતોએ યોજના નો લાભ લેવા અરજીઓ કરી

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૦૪ જુલાઈ:
Dragon Fruit: થોર કુળના કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત છેક કચ્છથી લઈને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં સાહસિક ખેડૂતોએ નવા ખેત સાહસ રૂપે કરી છે. હવે રાજ્યના બાગાયત વિભાગે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ આ પૌષ્ટિક ફળની ખેતી કરનારા કૃષિ સાહસિકોને યોજનાના નિર્ધારિત માપદંડો પ્રમાણે સહાય આપવાનું શરૂ કર્યું છે. કમલમ ફળનો વાવેતર વિસ્તાર વધારવાના હેતુસર સહાય ની યોજનામાં આ ફળનો સમાવેશ કરવામાં આવ્યો.

અત્યાર સુધી બાગાયત ખાતાની સહાય યોજનાઓમાં આ નવા પાકનો સમાવેશ થતો ન હતો એવી જાણકારી આપતાં વડોદરા ખાતેની નાયબ બાગાયત નિયામક કચેરીના બાગાયત અધિકારી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે,હાલમાં આ ફળપાક માટે વાવેતર કરનારા ખેડૂતોને સહાય આપવાના ધારાધોરણો ઘડવામાં આવ્યાં છે. તે પ્રમાણે ડ્રેગન ફ્રૂટની (Dragon Fruit) મહત્તમ બે હેક્ટરની ખેતી માટે સહાય મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર રૂ.૨.૫૦ લાખ નિર્ધારિત ખર્ચ એકમના ૫૦ ટકા પ્રમાણે આ ફળની ખેતી માટે સહાય મળી શકે છે.એટલે કે મહત્તમ એક હેક્ટરમાં વાવેતર હોય તો રૂ.૧.૨૫ લાખની સહાય યોજના હેઠળ મળે.અને મહત્તમ બે હેક્ટરમાં વાવેતર માટે આ સહાય મળી શકે.

આ પણ વાંચો…

Medical officer recruitment: મેડિકલ ઓફિસરની 576 જગ્યા પર ભરતી જાહેર, MBBS કેન્ડિડેટ્સ ઝડપી અપ્લાય કરો- વાંચો વિગત

Procost: કન્સ્ટ્રક્શન ક્ષેત્રને મજબૂત બનાવવા તથા નવું રુપ આપવા બનાવ્યું કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ સોફ્ટવેર પ્લેટફોર્મ

તેમણે જણાવ્યું કે,આ ફળપાક ની ખેતી માટે સહાયની યોજના શરૂ કર્યાનુ આ પહેલું વર્ષ છે.જિલ્લાના કરજણ, ડભોઇ, વાઘોડિયા અને પાદરા તાલુકાઓના ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit) પકવતા ૧૦ જેટલા ખેડૂતોએ સહાય મેળવવા અરજી કરી છે.બાગાયત કચેરી દ્વારા ખેડૂતોને તેની જાણકારી આપવામાં આવી રહી છે. ડભોઇ તાલુકાના નાના હબીપુરા ગામના હરમાનભાઇ પટેલે એક સાહસ તરીકે ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી અને નોંધપાત્ર સફળતા મેળવી છે.આસપાસના વિસ્તારના લોકો તેમના ખેતરેથી આ ફળ ખરીદી જાય છે.

તેઓ સહાય યોજના શરૂ કરવા માટે રાજ્ય સરકાર અને બાગાયત ખાતાને અભિનંદન આપે છે. તેઓ જણાવે છે કે,આ ફળની (Dragon Fruit) ખેતી કરવા માટે સિમેન્ટના થાંભલાનું માળખું બનાવવું પડે છે.એટલે શરૂઆતનો ખર્ચ મોટો અને વાવેતરના લગભગ ત્રણ વર્ષે પાક મળતો થાય, તેથી મોટા ખેડૂતોને આ ખેતી પોસાય.પરંતુ સહાયની યોજનાને લીધે આર્થિક ભારણમાં મદદ મળતાં નાના અને મધ્યમ ખેડૂતો આ ખેતી કરી શકશે. તેઓ કહે છે કે, યોજનાઓ શક્ય તેટલી સરળ રાખવાથી ખેડૂતો સારી રીતે લાભ લઈ શકે છે.

Whatsapp Join Banner Guj

નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજાએ જણાવ્યું કે, સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ ફળની (Dragon Fruit) ખેતી માટે વાવેતર સહાય આપવામાં આવે છે.રસ ધરાવતા ખેડૂતો વિગતવાર જાણકારી મેળવવા રાવપુરા પોલીસ ચોકી પાછળ આવેલી બાગાયત ખાતાની અને તેની પાસે જ વન ભવનમાં આવેલી સામાજિક વનીકરણ વિભાગની કચેરીનો સંપર્ક કરી શકે છે.

હાલમાં https://ikhedut. gujarat.gov.in પોર્ટલ પર તા.૩૧ મી જુલાઇ સુધી અરજીઓ કરી શકાશે

સામાજિક વનીકરણ વિભાગ ડ્રેગન ફ્રૂટની (Dragon Fruit) ખેતી કરતા ખેડૂતોને બે યોજનાઓ હેઠળ રોપાની સંખ્યા પ્રમાણે સહાય આપે છે વન વિસ્તારની બહારના કે વન વિભાગ અંદરના ખેડૂતો અમારી વૃક્ષ ખેતી અને એગ્રો ફોરેસ્ટ્રી યોજનાઓ હેઠળ ડ્રેગન ફ્રૂટની ખેતી માટે સહાય અને માર્ગદર્શન મેળવી શકે છે એવી જાણકારી આપતાં સામાજિક વનીકરણ વિભાગ, વડોદરાના નાયબ વન સંરક્ષક શ્રી કાર્તિક મહારાજા જણાવે છે કે,ઉપરોક્ત યોજનાઓના નિર્ધારિત માપદંડોને અનુસરીને ખેડૂતે વાવેલા રોપાઓની સંખ્યા પ્રમાણે નિર્ધારિત માપદંડો અનુસરીને સહાય આપવામાં આવે છે.

વડોદરામાં રાવપુરા પોલીસ ચોકીની પાછળ બાગાયત ખાતાની અને તેની પાછળ વન ભવનમાં સામાજિક વનીકરણ વિભાગની કચેરી આવેલી છે.રસ ધરાવતા ખેડૂતો જાણકારી મેળવી શકે છે.