Gardening workshop

Gardening Workshop: જામનગરની નવાનગર નેચર કલબ દ્વારા ગાર્ડનિગ નો વર્કશોપ યોજાયો

Gardening Workshop: વર્કશોપમાં ભાગલેનાર શિબિરાર્થી ઓને સન્માનિત કારાયા

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૪ જુલાઈ:
Gardening Workshop: જામનગર શહેર ની મહિલાઓને વૃક્ષા રોપણ અને ટેરેસ ગાર્ડન તથા કિચન ગાર્ડનિંગ પ્રત્યે પ્રોત્સાહન કરવા અને ગાર્ડનિંગ કઇરીતે કરવું તેની તમામ માહિતી નવાનગર નેચર ક્લબ દ્વારા ગાર્ડનિંગ વર્કશોપ નું આયોજન કરી લોકો ને આપવામાં આવી હતી

આ પણ વાંચો…Fatima sana shaikh trending: આમિર ખાન અને કિરણ રાવના ડિવોર્સની ખબર બાદ ટ્રેન્ડ કરી રહી છે આ અભિનેત્રી- વાંચો શું છે કારણ ?

Dragon Fruit: કમલમ ફળ (ડ્રેગન ફ્રૂટ) ની ખેતી માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ બાગાયત ખાતા દ્વારા ખેડૂતોને સહાય આપવાનો પ્રારંભ

  જામનગર ની પર્યાવરણ પ્રેમી સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા જામનગર ના લોકો ને અને ખાસ મહિલાઓને (Gardening Workshop) વૃક્ષારોપણ, ટેરેસ ગાર્ડન તથા કિચન ગાર્ડનિંગ વર્કશોપ પ્રત્યે પ્રોત્સાહન મળે તે માટે ગાર્ડનિંગ વર્કશોપ નું આયોજન કરવાં આવ્યું હતું, આ વર્કશોપમાં સૌરાષ્ટ્ર ના જાણીતા વનસ્પતિ શાસ્ત્રી તેમજ વન વિભાગ ના નિવૃત ડિસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફિસર ઘનશ્યામસિંહ સોઢા દ્વારા લોકોને ટેરેસ અને કિચેન ગાર્ડનિંગ કેવીરીતે બનાવવા તે અંગે ટ્રેનીંગ અને માહિતી આપી હતી

Gardening Workshop, Navanagar nature club jamnagar

આ કાર્યક્રમ (Gardening Workshop) માં મેયર બિનાબેન કોઠારી, ગાર્ડન સમિતિના ચેરપર્શન અને મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ, સંસ્થા ના મહિલા પ્રમુખ અને કોર્પોરેટર હર્ષાબા જાડેજા તેમજ નવાનગર નેચર ક્લબ ના પ્રમુખ વિજયસિંહ જાડેજા, ઉમેશભાઈ થાનકી, વનરાજસિંહ અને પર્યાવરણપ્રેમી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.