crocodile

Crocodiles: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તળાવમાંથી કાઢીને ખસેડવામાં આવ્યા 194 મગર, જાણો આ છે કારણ ?

Crocodiles: પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને વર્ષ 2019-20માં મગરનું સ્થળાંતર કરવાનું કામ શરૂ કરાયું હતું. તે વર્ષે કુલ 143 મગર મોકલવામાં આવ્યા હતા

ભરુચ, 04 જુલાઇઃ Crocodiles: ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તળાવમાંથી 194 મગરોને કાઢીને ખસેડવામાં આવી રહ્યા છે. અધિકારીઓ કહે છે કે આ શિફ્ટિંગ તળાવમાં નૌકા પ્રવાસ કરતા પ્રવાસીઓની સલામતી માટે કરવામાં આવી રહ્યું છે.

કેવડિયા વિસ્તારના વન અધિકારી વિક્રમસિંહ ગભાનિયાએ આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કેવડિયામાં સરદાર વલ્લભ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા છે. પંચમુલી તળાવ તેની નજીક સ્થિત છે, જે પ્રવાસીઓમાં આકર્ષણનું મોટું કેન્દ્ર છે. આ તળાવમાં મોટી સંખ્યામાં મગર છે, જે પ્રવાસીઓ માટે જોખમી બની શકે છે.

ગાભનીયાએ જણાવ્યું હતું કે પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને વર્ષ 2019-20માં મગર(Crocodiles)નું સ્થળાંતર કરવાનું કામ શરૂ કરાયું હતું. તે વર્ષે કુલ 143 મગર મોકલવામાં આવ્યા હતા. ગયા વર્ષે વધુ 51 મગરોને ગાંધીનગર અને ગોધરાના બે બચાવ કેન્દ્રોમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી કે આટલી મોટ્ટી સંખ્યામાં મગર મોકલવા છતાં તળાવમાં હજી મોટી સંખ્યામાં મગર હાજર છે.

Whatsapp Join Banner Guj

તેમણે કહ્યું કે વર્ષ 2019-20માં બચાવવામાં આવેલા 73 મગરોને સરદાર સરોવર જળાશયમાં છોડવામાં આવ્યા હતા. આ તળાવમાંથી નીકળેલ મગરોને પાછળથી પંચમહાલ જિલ્લાના ગોધરા અને ગાંધીનગર ખાતેના બચાવ કેન્દ્રોમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, ‘મગરોને પકડવા માટે લગભગ 60 જાળી લગાવામાં આવી છે. તળાવનો એક ભાગ જેમાં સીપ્લેન (વિમાન ઉપડવું અને લેન્ડ) સંચાલિત થાય છે (અમદાવાદથી કેવડિયા વચ્ચે), સંપૂર્ણ સલામત છે.

રાજ્યના પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ 2019 માં, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ (જીએસએફ ડીસી) એ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પંચમૂલી તળાવમાં બોટિંગ શરૂ કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના પ્રવક્તાએ કહ્યું કે આ વિસ્તારમાં નૌકાવિહાર પ્રવાસીઓમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. ખાસ કરીને સપ્તાહના અંતે ત્યાં ખૂબ ભીડ રહે છે. આવી સ્થિતિમાં પ્રવાસીઓની સલામતી માટે મગરોને તળાવમાંથી કાઢવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ Procost: કન્સ્ટ્રક્શન ક્ષેત્રને મજબૂત બનાવવા તથા નવું રુપ આપવા બનાવ્યું કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ સોફ્ટવેર પ્લેટફોર્મ