Medical officer recruitment

Medical officer recruitment: મેડિકલ ઓફિસરની 576 જગ્યા પર ભરતી જાહેર, MBBS કેન્ડિડેટ્સ ઝડપી અપ્લાય કરો- વાંચો વિગત

Medical officer recruitment: કેન્ડિડેટ્સનું સિલેક્શન પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે

કામની વાત, 04 જુલાઇઃ Medical officer recruitment: મધ્યપ્રદેશ લોક સેવા આયોગ (MPPSC)એ મેડિકલ ઓફિસરની 576 જગ્યા પર ભરતી માટે અરજી માગી છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 23 જુલાઈ સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. આ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે MBBSની ડિગ્રી હોવી જોઈએ. લાયકાત સાથે જોડાયેલી જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
ઉમેદવારની ઉંમર 21થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

મહત્ત્વની તારીખ
એપ્લિકેશન પ્રોસેસ શરુ થયાની તારીખ: 24 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 23 જુલાઈ

Whatsapp Join Banner Guj

સિલેકશન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 15,600થી લઈને 39,100 રૂપિયાનો પગાર મળશે.

એપ્લિકેશન ફી
Gen/OBC/EWS- 500 રૂપિયા
SC/ST/PWD/મહિલા – 250 રૂપિયા

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 24 જૂનથી 23 જુલાઈ સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધુ જાણકારી માટે અહીં ક્લીક કરો.

આ પણ વાંચોઃ Rafale case: હવે ફ્રાન્સમાં થશે ભારત સાથે થયેલી રાફેલ જેટ ડીલની તપાસ, વાંચો શું છે મામલો?