RBI

Getting a loan will not be easy: હવે સરળતાથી નહીં મળે લોન, RBI કરી રહ્યું છે આ મોટી તૈયારીઓ

Getting a loan will not be easy: આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય બેંક ટૂંક સમયમાં ડિજિટલ લોન પ્લેટફોર્મ માટે નિયમો લઈને આવશે

બિઝનેસ ડેસ્ક, 11 જૂનઃ Getting a loan will not be easy: RBI ગવર્નરે કહ્યું કે RBIની વેબસાઈટ પર એપની એક યાદી છે જે તેની સાથે રજીસ્ટર્ડ છે. તેમણે કહ્યું કે ઘણા રાજ્યોમાં પોલીસે નિયમો અનુસાર ખોટુ કામ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. 

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય બેંક ટૂંક સમયમાં ડિજિટલ લોન પ્લેટફોર્મ માટે નિયમો લઈને આવશે. જણાવી દઈએ કે આ પ્લેટફોર્મ્સ પર ઘણી અનધિકૃત એપ્સ છે. ડિજિટલ લોન એપના કેટલાક ઓપરેટરો દ્વારા દેવુ લેનારને હેરાન કરવાના કારણે તેમની વચ્ચે કથિત રીતે આત્મહત્યાના મામલા વધી રહ્યા છે. 

આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે નાણા મંત્રાલય દ્વારા આયોજિત આઇકોનિક સપ્તાહને સંબોધતા દાસે કહ્યું, “તેમને લાગે છે કે તેઓ બહુ જલ્દી એક વ્યાપક માળખું લઈને આવશે” આ નિયમ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા લોન આપવાના સંબંધમાં આવનાર મુશ્કેલીઓના વિશે હશે. 

આ પણ વાંચોઃ Pre Monsoon Rain in gujarat: ગુજરાતમાં મેઘરાજની એન્ટ્રી, આ શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ- હજી સોમવાર સુધી વરસાદની આગાહી

લોન લેતા વેપારીઓને આપી સલાહ 

ભારતીય વ્યાપાર – ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના વિષય પર જણાવતા દાસે કહ્યું કે આ પ્લેટફોર્મમાં ઘણા અનધિકૃત અને અનરજિસ્ટર્ડ ચાલી રહ્યા છે અને તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. આ પહેલા બુધવારે દાસે કહ્યું હતું કે એપ પરથી લોન લેનાર ગ્રાહકોને જો કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવે છે તો સ્થાનીક પોલીસનો સંપર્ક કરો. 

તેમણે સ્પષ્ટ કર્યું કે કેન્દ્રીય બેન્ક ફક્ત તેમના ત્યાં રજીસ્ટર્ડ સંસ્થાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરશે. ગરવર્નરે કહ્યું કે આરબીઆઈની વેબસાઈટ પર એ એપની એક યાદી છે જે તેની સાથે રજીસ્ટર્ડ છે. તેમણે જણાવ્યું કે ઘણા રાજ્યોમાં પોલીસે નિયમો અનુસાર ખોટુ કામ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Misdemeanor with a 75 year old woman: બોટાદમાં અજાણ્યા શખસે 75 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યુ- વાંચો વિગત

Gujarati banner 01