Heavy rain forecast in gujarat

Pre Monsoon Rain in gujarat: ગુજરાતમાં મેઘરાજની એન્ટ્રી, આ શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ- હજી સોમવાર સુધી વરસાદની આગાહી

Pre Monsoon Rain in gujarat: વલસાડ શહેરમાં મધ્યરાત્રિએ આવેલા ધોધમાર વરસાદને પગલે વીજળી ડૂલ થઈ હતી, જેને લઈને શહેરમાં વીજ કંપની દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂનની કામગીરીની પોલ ખૂલી

અમદાવાદ, 11 જૂનઃPre Monsoon Rain in gujarat: અમરેલીના સાવરકુંડલા તાલુકામાં સતત ચોથા દિવસે મેઘમહેર થઈ છે. વીજપડી ગામમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. ચોથા દિવસે પણ સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમા ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વીજપડી, ગોરડકા, ખડસલી, ભમર, છાપરી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં  વરસાદના કારણે વાતાવરણમાં ઠંકક પ્રસરી ગઈ છે.

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ આગામી 48 કલાકમાં કોંકણ, ગુજરાતના અમુક વિસ્તારો, મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કર્ણાટક, તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Misdemeanor with a 75 year old woman: બોટાદમાં અજાણ્યા શખસે 75 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યુ- વાંચો વિગત

દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે 11મી જૂન, 2022ના રોજ મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, કોંકણના મોટાભાગના ભાગો (મુંબઈ સહિત), મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગો, કર્ણાટકના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે

વલસાડ શહેર સહિત જિલ્લાના અનેક પથંકમાં શુક્રવારે મધ્યરાત્રિએ ગાજ વીજ સાથે વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકામાં 14 MM અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેરમાં મધ્યરાત્રિએ આવેલા ધોધમાર વરસાદને પગલે વીજળી ડૂલ થઈ હતી, જેને લઈને શહેરમાં વીજ કંપની દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં વીજપ્રવાહ ખોરવાયો હતો. શહેરમાં પ્રથમ વરસાદે જ વીજ કંપનીના કર્મચારીઓને દોડતા કરી દીધા હતા.

આ પણ વાંચોઃ Girlfriend hanged at boyfriend’s house: ગર્લફેન્ડે બોયફ્રેન્ડના ઘરે ફાંસી ખાઇ જીવન ટૂંકાવ્યુ, લગ્ન મુદ્દે બંને વચ્ચે થયો હતો ઝઘડો

Gujarati banner 01