translucent hands rape

Misdemeanor with a 75 year old woman: બોટાદમાં અજાણ્યા શખસે 75 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યુ- વાંચો વિગત

Misdemeanor with a 75 year old woman: આ બનાવ અંગે વૃદ્ધાએ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

બોટાદ, 11 જૂનઃ Misdemeanor with a 75 year old woman: બોટાદમાં અજાણ્યા શખસે વિધવા સહાયના ફોર્મમાં સહી કરાવવાના બહાને 75 વર્ષીય વૃદ્ધાને બાઇક પર અવાવરું જગ્યાએ લઇ જઇ તેઓએ પહેરેલા 9 હજારની કિંમતના દાગીનાની લૂંટ કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે વૃદ્ધાએ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

બોટાદ શહેરમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધા તા.8/6/22નાં રોજ સવારે દીકરી વૃદ્ધાને એકટીવા લઈને ભાવનગર રોડ ,ફાટક પાસે, તાજપર જવાના રસ્તે ઉતારી તે ભાંભણ જવા નીકળી હતી. બપોરે આશરે એક વાગ્યે બેસાડેલ કાનમાં પહેરેલ કડીયો ખોટો છે કે સાચોની ખરાઈ કર્યા બાદ સોનાના ઘરેણા મને આપી દે નહીંતર જાનથી મારી નાખીશ એમ જણાવી વૃદ્ધાએ પહેરેલ સોનાના ઘરેણા કિંમત રૂપિયા 9000ની લુટ કરી બળાત્કાર કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે ભોગ બનનાર વૃદ્ધાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. વૃદ્ધા પર દુષ્કર્મના બનાવને લઇ ચકચાર મચી છે. પોલીસે અજાણ્યા શખસને શોધવા સીસીટીવી સહિતની વિગતો મેળવવા ચક્રો સહિત બાતમીદારો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ Girlfriend hanged at boyfriend’s house: ગર્લફેન્ડે બોયફ્રેન્ડના ઘરે ફાંસી ખાઇ જીવન ટૂંકાવ્યુ, લગ્ન મુદ્દે બંને વચ્ચે થયો હતો ઝઘડો

આ પણ વાંચોઃ Police alert across Gujarat over terror attack: અલ કાયદાની ધમકી બાદ આ રાજ્યોમાં એલર્ટ, ગુજરાતમાં પણ સામેલ- રાજ્યની પોલીસ સુરક્ષામાં કરાયો વધારો

Gujarati banner 01