GPSC class 1 2 result declared

GPSC class-1 & 2 result declared: GPSC ક્લાસ 1 અને 2 પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે ચેક કરો તમારુ પરિણામ- વાંચો વિગત

GPSC class-1 & 2 result declared: ઉમેદવારોની રૂબરૂ મુલાકાતનું આયોજન કુલ ૦૩ ઈન્ટરવ્યુ બોર્ડમાં તારીખ: ૦૩/૦૮/૨૦૨૧ થી તારીખ: ૨૧/૦૮/૨૦૨૧ દરમ્યાન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર, 01 ઓગષ્ટઃ GPSC class-1 & 2 result declared: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ કલેક્ટરની કુલ ૧૫, નાયબ પોલીસ અધીક્ષકની (Dy.S.P.) કુલ ૨૦, જિલ્લા રજીસ્ટ્રારની કુલ ૦૨, અધીક્ષક નશાબંધી અને આબકારી, વર્ગ-૧ ની કુલ ૦૧, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૭, મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની કુલ ૦૨ ; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૪૭ જગ્યાઓ તથા સેક્શન અધિકારી (જી.પી.એસ.સી.) ની કુલ ૦૧; મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની કુલ ૧૦, રાજ્ય વેરા અધિકારીની કુલ ૦૫; તાલુકા વિકાસ અધિકારીની કુલ ૧૫; આદિજાતિ વિકાસ અધિકારીની કુલ ૦૪; જિલ્લા નિરિક્ષક, જમીન દફ્તર ની કુલ ૦૫; અન્ન અને નાગરિક પૂરવઠાના મદદનીશ નિયામકની કુલ ૦૫; સમાજ કલ્યાણ અધિકારી (અ. જા.) ની કુલ ૦૮; અધીક્ષક નશાબંધી અને આબકારીની કુલ ૦૧; નગરપાલિકાના મુખ્ય અધિકારીની કુલ ૧૯ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૭૩ જગ્યાઓ એમ સંકલિત કુલ ૧૨૦ જગ્યાઓ માટે તારીખ: ૧૫/૦૭/૨૦૧૯ ના રોજ જાહેરાત(GPSC class-1 & 2 result declared) ક્રમાંક  ૧૦/૨૦૧૯-૨૦ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. જે માટે રાજ્યભરમાંથી ૧,૬૮,૬૯૮ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. 

આ પણ વાંચોઃ Arpita chuadhri video case: અલ્પિતા ચૌધરી આખરે સસ્પેન્ડ, જિલ્લા પોલીસ વડાએ કરી કાર્યવાહી

ઉક્ત ઉમેદવારોની પ્રાથમિક કસોટી(GPSC class-1 & 2 result declared) તારીખ: ૧૩/૧૦/૨૦૧૯ ના રોજ રાજ્યના ૩૨ જિલ્લામાં યોજવામાં આવેલ હતી. કુલ ૮૨,૬૪૪ ઉમેદવારો પ્રાથમિક કસોટીમાં ઉપસ્થિત રહ્યા હતા જેનું પરિણામ તા.૦૨/૦૧/૨૦૨૦ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. જે મુજબ ભરવાની થતી કુલ જગ્યાના આશરે ૧૫ ગણા અને સમાન ગુણને અનુસાર કુલ-૪૨૧૧ ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા માટે પાત્ર જાહેર કરવામાં આવેલ હતા. ઉક્ત ઉમેદવારોની મુખ્ય લેખિત પરીક્ષા તારીખ : ૦૯/૦૩/૨૦૨૧, તા.૧૨/૦૩/૨૦૨૧ અને તા.૧૪/૦૩/૨૦૨૧ ના રોજ અમદાવાદ મુકામે આયોજિત કરવામાં આવેલ હતી. જેમાં કુલ ૩,૩૮૨ ઉમેદવારો ઉપસ્થિત રહેલ હતા. જેનું પરિણામ તા.૦૬/૦૭/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું.

લેખિત પરીક્ષાના ગુણના આધારે કુલ ૬૮૧ ઉમેદવારો રૂબરૂ મુલાકાતને પાત્ર થયેલ. આ ઉમેદવારોની રૂબરૂ મુલાકાતનું આયોજન કુલ ૦૩ ઈન્ટરવ્યુ બોર્ડમાં તારીખ: ૦૩/૦૮/૨૦૨૧ થી તારીખ: ૨૧/૦૮/૨૦૨૧ દરમ્યાન કરવામાં આવ્યું હતું.

આ લિંક પરથી તમારૂ પરિણામ અને અન્ય વિગતો ચેક કરી શકો છો. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/FR-10-201920.pdf

GPSC class-1 & 2 result declared