e8d26ab8 ea9a 4b87 905e 02060ad8b9e4

Alpita Chaudhary video case: અલ્પિતા ચૌધરી આખરે સસ્પેન્ડ, જિલ્લા પોલીસ વડાએ કરી કાર્યવાહી

Alpita Chaudhary video case: પોલીસની વર્દી પહેરીને બનાવ્યા હતા વીડિયો

અમદાવાદ, 02 સપ્ટેમ્બરઃ Alpita Chaudhary video case મહેસાણા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા અને ટિકટોક તથા ઈન્સ્ટાગ્રામમાં પોતાના વીડિયો બનાવી પ્રખ્યાત થયેલા મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવ્યાં હતા. ગુજરાત પોલીસની ખાખી વર્દી પહેરી તેમણે બહુચરાજી મંદિરમાં ત્રણ વીડિયો બનાવ્યાં હતા. વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી સસ્પેન્ડ કરી દીધા છે.

આ પણ વાંચોઃ Gujarat school reopen: કાલથી રાજ્યમાં ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો થશે શરૂ, આ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે

અગાઉ પણ તેમણે વીડિયો બનાવતાં સસ્પેન્ડ થયાં હતાં પણ ફરીવાર તેમણે પોલીસની વર્દી પહેરીને વીડિયો બનાવતાં અનેક સવાલો ઉભા થયાં છે.

Alpita Chaudhary video case: બહુચરાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની તપાસમાં અલ્પિતા ગેરહાજરી જોવા મળી હતી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા સ્ટેશન ડાયરીમાં ગેરહાજરી બાબતે નોંધ કરાઈ છે. બીજી તરફ વિવાદિત પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીએ વધુ એક વખત નિયમ નેવે મુક્યો છે. બહુચરાજી મંદિરમાં ફરજ ઉપર મુકાયેલી અલ્પિતા ચૌધરીએ ફિલ્મ સોંગ્સ પર વીડિયો બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મુક્યા હતા. પોલીસ ડ્રેસમાં ચાલુ ફરજે રિલ્સ બનાવ્યા હતા. જો કે બેદરકારી બદલ ફરી વાર તેમણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Whatsapp Join Banner Guj