konkan railway image

Konkan railway train schedule: કોંકણ રેલ્વે પર ભૂસ્ખલનને કારણે અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.

અમદાવાદ , ૨૩ જુલાઈ: Konkan railway train schedule: કોંકણ રેલ્વેના રોહા-રત્નાગિરી સેક્શન વચ્ચે ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી અને ભૂસ્ખલનને કારણે અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.

આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે: –

રદ કરવામાં આવેલ ટ્રેનો:-

1. Konkan railway train schedule: તારીખ 23 જુલાઇ, 2021 ના રોજ માડગાંવથી ચાલનારી ટ્રેન નંબર 02907 મડગાંવ-હાપા સ્પેશિયલ પેરિંગ રેકની ઉપલબ્ધતા ન હોવાને કારણે રદ રહેશે.

2. તારીખ 24 જુલાઇ, 2021 ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 06337 ઓખા-એર્નાકુલમ સ્પેશિયલ પેરિંગ રેકની ઉપલબ્ધતા ન હોવાને કારણે રદ રહેશે.

આ પણ વાંચો…Vikaskarya: રાજ્યની નગરપાલિકાઓને નગર સુખાકારીના અને જનસુખાકારીના વિકાસ કામોના પેરામિટર્સના આધારે સ્ટાર રેન્કીંગ અપાશે- CM રૂપાણી

રેગુલેટ ટ્રેન:-Konkan railway train schedule

● તારીખ 23 જુલાઈ, 2021 ના રોજ ગાંધીધામથી ચાલનારી ટ્રેન નંબર 06335 ગાંધીધામ-નાગરકોઇલ સ્પેશિયલ પશ્ચિમ રેલ્વે પર 5 કલાક માટે રેગુલેટ રહેશે.

Railways banner

Konkan railway train schedule: ડાયવર્ટ ટ્રેનો:-
1. તારીખ 22 જુલાઈ, 2021 ના રોજ તિરુનેલવેલીથી ચાલનારી ટ્રેન નંબર 09423 તિરુનેલવેલી-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ વાયા શોરાનુર, ઇરોડ, જોલરપેટ્ટઇ, કૃષ્ણરાજપુરમ, હુબલી, મિરજ, કર્જત અને પૂણે થઈને ચાલશે.

2. તારીખ 22 જુલાઈ, 2021 ના રોજ વેરાવળથી ચાલનારી ટ્રેન નંબર 06333 વેરાવળ-તિરુવંતપુરમ સ્પેશિયલ વાયા પનવેલ, કર્જત, લોનાવાલા, પૂના અને મિરજ થઈને ચાલશે.

3. તારીખ 22 જુલાઈ, 2021 ના રોજ કોચુવેલીથી ચાલનારી ટ્રેન નંબર 09259 કોચુવેલી- ભાવનગર સ્પેશિયલ વાયા ઇરોડ, રેનીગુંટા, ગુડુર, વિજયવાડા, બલ્લારશાહ, વર્ધા, ભુસાવલ, ઉધના અને સુરત થઈને ચાલશે.

4. તારીખ 22 જુલાઈ, 2021 ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 09262 પોરબંદર-કોચુવેલી સ્પેશિયલ વાયા પનવેલ, કર્જત, લોનાવાલા, પુણે, દૌંડ, વર્ધા, ધર્મવરમ, કૃષ્ણરાજપુરમ અને ઇરોડ થઈને ચાલશે.