Chandigarh station

Bandra to Chandigarh train: બાંદ્રા ટર્મિનસ અને ચંદીગઢ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન

Bandra to Chandigarh train: પશ્ચિમ રેલ્વે ચલાવશે બાંદ્રા ટર્મિનસ અને ચંદીગઢ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ , ૨૩ જુલાઈ: Bandra to Chandigarh train: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ થઈને બાંદ્રા ટર્મિનસ અને ચંડીગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની વિગત નીચે મુજબ છે:-

  • ટ્રેન નંબર 04539/04540 બાંદ્રા ટર્મિનસ – ચંદીગઢ (Bandra to Chandigarh train) દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ

ટ્રેન નંબર 04539 બાંદ્રા ટર્મિનસ – ચંદીગઢ સ્પેશિયલ(Bandra to Chandigarh train) તારીખ 26 જુલાઇ 2021 થી દર સોમવાર અને ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી 12:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 14:20 વાગ્યે ચંડીગઢ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 04540 ચંદીગઢ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તારીખ 25 જુલાઇ 2021 થી દર બુધવાર અને રવિવારે ચંદીગઢથી સવારે 05:35 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 07:35 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

આ પણ વાંચો…Raj kundra case: રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડી વધારવામાં આવ્યા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમ દરોડા માટે શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી- વાંચો વધુ વિગત

માર્ગમાં બંને દિશામાં આ ટ્રેનને બોરીવલી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, અજમેર, ફુલેરા, રીંગસ, શ્રીમાધોપુર, નીમ કા થાના, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, પાનીપત, કરનાલ અને અંબાલા કેન્ટ સ્ટેશનો પર રોકશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સિટિંગ માટેના આરક્ષિત કોચ રહેશે.

Bandra to Chandigarh train: ટ્રેન નંબર 04539 માટે બુકિંગ તારીખ 24 જુલાઈ 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

મુસાફરો સ્પેશિયલ ટ્રેનોના ઑપરેટિંગ સમય, સ્ટોપેજ અને સંરચનાને લગતી વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.