Devendra fadnavis statement

Deputy CM Says About Suspicious boat: દરિયા કિનારે ઘાતક હથિયારોથી ભરેલી બોટ મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી CMએ કર્યો આ મોટો ખુલાસો

Deputy CM Says About Suspicious boat: વિધાનસભામાં બોલતા ફડણવીસે કહ્યું કે, રાયગઢના દરિયા કિનારે જે બોટ મળી છે તે મૂળ ઓસ્ટ્રેલિયન મહિલાની માલિકીની હતી અને ખરાબ હવામાનને કારણે તે દરિયામાં માર્ગ ભટકી ગઈ હતી

મુંબઇ, 18 ઓગષ્ટઃ Deputy CM Says About Suspicious boat: રાયગઢના દરિયાકાંઠેથી બે શંકાસ્પદ બોટમળી આવી હતી, જેમાંથી એક બોટમાં હથિયાર મળ્યા હતા. આ શંકાસ્પદ બોટમાંથી AK 47 સહિતના હથિયારો મળી આવ્યાની પ્રાથમિક માહિતી મળી હતી. 

હવે આ રાયગઢ સંદિગ્ધ બોટ મામલે ખુલાસો થઈ ગયો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં ખુલાસો કરીને દેશની ચિંતા દૂર કરી દીધી છે.

આ પણ વાંચોઃ Mumbai police on high alert: સમુદ્રકાંઠે બે શંકાસ્પદ બોટ મળી આવતા મુંબઈ પોલીસ થઇ એલર્ટ

વિધાનસભામાં બોલતા ફડણવીસે કહ્યું કે, રાયગઢના દરિયા કિનારે જે બોટ મળી છે તે મૂળ ઓસ્ટ્રેલિયન મહિલાની માલિકીની હતી અને ખરાબ હવામાનને કારણે તે દરિયામાં માર્ગ ભટકી ગઈ હતી અને અજાણતા રાયગઢના દરિયા કિનારે આવી ગઈ હતી. 

દેવેન્દ્ર ફડણવીસે આગળ કહ્યું કે, ઓસ્ટ્રેલિયન મહિલાની માલિકીની બોટમાંથી 3 AK-47 રાઇફલ મળી આવી છે. બોટ અડધી તૂટેલી હાલતમાં છે અને ભારે ભરતીને કારણે કોંકણના દરિયા કિનારે ખેંચાઈ આવી હતી અને કોરિયન બોટ દ્વારા આ બોટમાં બેઠેલા પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. તેમણે કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરી દેવાઈ છે. કોઈ પણ સંભાવનાને હળવાથી નહીં લેવામાં આવે. ટેરર એંગલથી પણ તપાસ કરાઈ રહી છે.

આ પણ વાંચોઃ Yuzvendra and Dhanashree filed for divorce: ઇન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને પત્ની ધનશ્રીએ પંજાબ કોર્ટમાં ડિવોર્સ કેસ ફાઇલ કર્યો

Gujarati banner 01