Agnivir Recruitment

Agnivir Recruitment: ભારતીય આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવા માટે ઈચ્છુક ઉમેદવારો ૩ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે

Agnivir Recruitment: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એરેના, નવરંગપુરા ખાતે તારીખ 15 ઓક્ટોબર, 2022થી 08 નવેમ્બર, 2022 દરમિયાન ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીર ભરતી માટે ભરતી કેમ્પ યોજાશે

અમદાવાદ, 18 ઓગષ્ટઃAgnivir Recruitment: ગુજરાત રાજ્યના યુવાનો માટે અગ્નિપથ યોજના અંતર્ગત ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવા માટે આર્મી રિક્રુટિંગ ઓફિસ, અમદાવાદ દ્વારા તારીખ ૧૫ ઓક્ટોબર, ૨૦૨૨થી ૦૮ નવેમ્બર, ૨૦૨૨ દરમિયાન અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એરેના, નવરંગપુરા ખાતે ગુજરાતના ૨૦ જિલ્લાઓ અને ૦૨ કેન્દ્રશાસિત પ્રદેશો માટે ભરતી કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ ભરતીમાં જોડાવા માંગતા ઉમેદવારોએ તા. ૦૩/૦૯/૨૦૨૨ સુધી joinindianarmy.nic.in વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને અરજી કરવાની રહેશે.

રાજ્યના અમદાવાદ, આણંદ, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, સાબરકાંઠા, વડોદરા, મહેસાણા, સુરત, બનાસકાંઠા, નર્મદા, મહીસાગર, ગાંધીનગર, અરવલ્લી , છોટા ઉદેપુર , ભરૂચ , ખેડા , દાહોદ , પંચમહાલ જેવા ૨૦ જિલ્લાઓ અને દમણ તેમજ દાદરા-નગર હવેલી એમ ૦૨ કેન્દ્રશાસિત પ્રદેશોને આ ભરતી અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે.

ભારતીય સેનામાં અગ્નીવીર ભરતી માટેની ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા

  1. ભરતી રેલીના શેડ્યૂલના આધારે ઉમેદવારોએ આર્મીમાં પાત્રતા આધારિત કારકિર્દી વિકલ્પ માટે www.joinindianarmy.nic.in
    વેબસાઇટ પર ઓન-લાઇન અરજી કરવાની રહેશે. ત્યારબાદ ઉમેદવારોને તેમના શારીરિક પરીક્ષણો અને મેડિકલ માટે ચોક્કસ સ્થળ તારીખ અને સમયે બોલાવવામાં આવશે, જેની જાણ તેમના રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી / મોબાઈલ નંબર પર કરવામાં આવશે. તેથી, તમામ અરજદારો પાસે માન્ય ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો ફરજિયાત છે.
  2. અરજી ઓનલાઇન કરવી ફરજિયાત છે. જે ઉમેદવારો ઓનલાઈન નોંધણી કરાવતા નથી, તેઓને ભરતી રેલીમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
  3. ઓન-લાઈન નોંધણી/અરજી શરૂ કરવા માટે, ઉમેદવારો પાસે નીચેના દસ્તાવેજો હોવા જોઈએ –
    (એ) શિક્ષણ પ્રમાણપત્રો.
    (બી) અંગત વિગતો
    (સી) ડોમિસાઇલ સર્ટિફિકેટ
    (ડી) માન્ય ઈ-મેલ આઈડી (સ્થળ/તારીખ/સમય/રિપોર્ટિંગ ટાઈમની વિગતો દર્શાવતું એડમિટ કાર્ડ આ ID પર મોકલવામાં આવશે)
    ( e ) અંગત મોબાઇલ નંબર

આ પણ વાંચોઃ Deputy CM Says About Suspicious boat: દરિયા કિનારે ઘાતક હથિયારોથી ભરેલી બોટ મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી CMએ કર્યો આ મોટો ખુલાસો

4 . ઓનલાઇન એપ્લિકેશન માટેની સમયરેખા નીચે મુજબ છે :

(a) બધા ઉમેદવારોએ joinindianarmy.nic.in વેબસાઈટ પર લોગ ઇન કરીને, તેમની પાત્રતાની સ્થિતિ તપાસીને તેમની પ્રોફાઇલ બનાવવાની રહેશે .

(b) ઓનલાઈન રજિસ્ટ્રેશન અને અરજી પ્રક્રિયા 03 સપ્ટેમ્બર, 2022ના રોજ બંધ થશે.

(c) ઉમેદવારો 25 સપ્ટેમ્બર, 2022 પછી વેબસાઈટ પર લૉગિન કરીને એડમિટ કાર્ડની પ્રિન્ટઆઉટ લઈ શકશે , જેને તેઓએ ભરતી સ્થળ પર સાથે રાખવાનું રહેશે.
ભરતી માટેનું પ્રવેશપત્ર 18 સપ્ટેમ્બર, 2022થી 25 સપ્ટેમ્બર, 2022 સુધી રજિસ્ટર્ડ ઈમેલ આઇડી પર મોકલવામાં આવશે. ઉમેદવારે પ્રવેશ પત્રમાં દર્શાવેલ તારીખ અને સમયે સ્થળ પર પહોંચવું ફરજિયાત છે. તારીખ અને સ્થળ કામચલાઉ છે અને તેમાં ફેરફાર થઈ શકે છે.

(d) ઉમેદવારો પ્રવેશપત્રના આધારે જ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. ભરતી સમયે તેમણે પ્રવેશપત્રની પ્રિન્ટ-આઉટ સાથે રાખવાની રહેશે.

  1. ઓનલાઇન રજિસ્ટ્રેશન અંગે મદદ મેળવવા માટે ઉમેદવારો આર્મી રિક્રુટિંગ ઓફિસ, અમદાવાદનો નીચેના નંબર પર સંપર્ક સાધી શકશે
  • 079-22861338
  • 9998553924

અગત્યની સૂચનાઓ:

  1. ઓન-લાઈન નોંધણીનો અર્થ એવો નથી થતો કે ઉમેદવારે ભરતી માટેના તમામ માપદંડો પૂરા કર્યા છે.
  2. ઉમેદવારોની નોંધણી અનુગામી ચકાસણીને આધીન છે અને જો કોઈ પણ સમયે અયોગ્ય/અમાન્ય જણાય તો તેને નકારી શકાય છે.
  3. અરજદારોને અગત્યની સૂચનાઓ અને અપડેટ્સ માટે આર્મીની વેબસાઇટ www.joinindianarmy.nic.in અને તેમના મેઇલ આઈડીને નિયમિતપણે તપાસવાની સલાહ આપવામાં આવે છે.
  4. આ પ્રક્રિયામાં નેપાળી ડોમિસાઇલ ગોરખા લોકો ભાગ લઈ શકશે નહીં.

5 . ઉમેદવારોને કોઈ પણ પ્રકારના એજન્ટો કે એજન્સીઓની લાલચમાં નહીં આવવાની સલાહ આપવામાં આવે છે .

  1. જાહેરાતમાં અને વેબસાઇટ પર આપેલા નિયમો અને શરતો ફેરફારને આધિન છે અને તેથી, તેને માત્ર માર્ગદર્શિકા તરીકે જ ગણવી. કોઈપણ અસ્પષ્ટતાના કિસ્સામાં, ભારતીય સેના/ભારત સરકારની હાલની નીતિઓ, નિયમો અને વિનિયમો અંતિમ ગણાશે.

આ પણ વાંચોઃ Mumbai police on high alert: સમુદ્રકાંઠે બે શંકાસ્પદ બોટ મળી આવતા મુંબઈ પોલીસ થઇ એલર્ટ

Gujarati banner 01