BSNL

Prepaid Plan: આ શાનદાર Prepaid Plan માં દરરોજ મળશે 5GB ડેટા! આ પ્લાના બેનિફિટ્સે Jio-Airtel-Vi ને કર્યા ફેલ

Prepaid Plan: આખા દિવસનું કામ પૂરું કર્યા પછી, તમે તમારા મનપસંદ શોનો લેટેસ્ટ એપિસોડ જોવા માટે તમારા રૂમમાં બેસો છો અને અચાનક તમને ‘ડેટા ખલાસ’નો મેસેજ મળે છે! તો તેના પર ગુસ્સો તો આવશે.

નવી દિલ્હી, 08 જૂનઃ Prepaid Plan: આખા દિવસનું કામ પૂરું કર્યા પછી, તમે તમારા મનપસંદ શોનો લેટેસ્ટ એપિસોડ જોવા માટે તમારા રૂમમાં બેસો છો અને અચાનક તમને ‘ડેટા ખલાસ’નો મેસેજ મળે છે! તો તેના પર ગુસ્સો તો આવશે.

આખા દિવસનું કામ પૂરું કર્યા પછી, તમે તમારા મનપસંદ શોનો લેટેસ્ટ એપિસોડ જોવા માટે તમારા રૂમમાં બેસો છો અને અચાનક તમને ‘ડેટા ખલાસ’નો મેસેજ મળે છે! તો તેના પર ગુસ્સો તો આવશે. તમારી મુશ્કેલીનો અંત આ ટેલિકોમ કંપનીના શાનદાર પ્રીપેડ પ્લાન પાસે છે, જેમાં તમને દરરોજ ઘણો ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનથી Jio-Airtel-Viના ઉંઘ ઉડી ગઇ છે. આવો જાણીએ આ પ્લાન વિશે બધું.

આ પણ વાંચોઃ A fierce fire broke out in an electric motor parking lot: દિલ્હીમાં જામિયા નગરના ઈલેક્ટ્રિક મોટર પાર્કિંગમાં લાગી ભીષણ આગ, 100 વાહનો બળીને ખાખ

આ Prepaid Plan ના બેનિફિટ્સે Jio-Airtel-Vi ને કર્યા ફેલ

જો તમે વિચારી રહ્યા હોવ કે અમે કઈ કંપનીના પ્રીપેડ પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ, જેણે દેશની મોટી ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Vi પણ ફેલ કરી દીધી છે, તો ચાલો તેના વિશે વાત કરીએ. અમે અહીં BSNLના 599 રૂપિયાના પ્રીપેડ પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં દરરોજ એટલો ડેટા આપવામાં આવી રહ્યો છે, જે અન્ય કોઈ કંપનીના પ્લાનમાં નથી આપવામાં આવ્યો.

દરરોજ મળશે 5GB ડેટા અને બીજુ પણ અન્ય

ચાલો BSNLના 599 રૂપિયાના પ્લાનના તમામ ફાયદાઓ વિશે જાણીએ. આ પ્લાનમાં તમને દરરોજ 5GB ડેટા આપવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં આ પ્લાન કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે દરરોજ 100 SMSનો બેનિફિટ પણ આપે છે. 84 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં તમને દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ફ્રી, અનલિમિટેડ ડેટા આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ ડેટા તમારા રોજના 5GB ડેટાથી અલગ છે. આ પ્લાનમાં તમને ઝિંગ મેમ્બરશિપ પણ આપવામાં આવે છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Increased corona cases in Rajkot: રાજકોટમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્ર ફરી હરકતમાં, છેલ્લા ૭ દિવસમાં ૧૫ કેસ નોંધાયા

Gujarati banner 01