Tata

Investment in Tata Group: ટાટા ગ્રુપના આ શેરે લોકોને કર્યા માલામાલ, 1 લાખ રૂપિયાના થઇ ગયા 4 કરોડ

Investment in Tata Group: રોકાણને માલામાલ બનાવનાર ટાટા ગ્રુપની આ કંપનીનું નામ Tata Elxsi છે

બિઝનેસ ડેસ્ક, 08 જૂનઃ Investment in Tata Group: દુનિયામાં કદાચ જ કોઈ વ્યક્તિ એવી હશે જે ઓછા સમયમાં અમીર બનવા માંગતી ન હોય. તેના માટે ઘણા લોકો શેરબજારમાં રૂપિયાનું રોકાણ કરે છે. તેમાંના કેટલાકના રૂપિયા ડૂબી જાય છે, જ્યારે કેટલાકની કિસ્મત ચમકી જાય  છે. ટાટા ગ્રૂપની આવી જ એક કંપનીના શેરે રોકાણકારોને માલામાલ  બનાવ્યા છે.

સૌથી વધારે રિટર્ન આપી રહ્યા છે ટાટાના શેર

રિપોર્ટ મુજબ રોકાણને માલામાલ બનાવનાર ટાટા ગ્રુપની આ કંપનીનું નામ Tata Elxsi છે. જો તમે છેલ્લા કેટલાક વર્ષોના ટ્રેન્ડ પર નજર નાખો તો આ કંપનીના શેર સૌથી વધુ રિટર્ન આપનાર રહ્યા છે. આ કંપનીના શેરોએ તેમના રોકાણકારોને 50 હજાર ટકા સુધીનો નફો આપ્યો છે. આલમ એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ કંપનીના શેર 17 રૂપિયા થી વધીને 8600 રૂપિયા થઇ ગયા છે. આ વર્ષે પણ રોકાણકારોએ કંપનીના શેરમાંથી 50% સુધીનો નફો રળ્યો છે.

આ પણ વાંચોઃ Prepaid Plan: આ શાનદાર Prepaid Plan માં દરરોજ મળશે 5GB ડેટા! આ પ્લાના બેનિફિટ્સે Jio-Airtel-Vi ને કર્યા ફેલ

50 હજાર ટકા મળ્યો નફો

ટાટા ગ્રુપની આ કંપનીએ રોકાણકારોને બેઠા બેઠા કરોડપતિ બનવાની તક આપી છે. વર્ષ 2001માં Tata Elxsiના શેરની કિંમત 17.55 રૂપિયા હતી. જ્યારે જૂન 2022માં સમાન શેર 8600 રૂપિયાને પાર કરી ગયા છે. બીજા શબ્દોમાં કહીએ તો જો કોઈ વ્યક્તિએ વર્ષ 2001માં આ કંપનીમાં 1 લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોત તો આજે તે લગભગ 4 કરોડ રૂપિયાનો માલિક હોત. જો કે આ ત્યારે જ બન્યું હોત જો તે પોતાનું રોકાણ સાતત્ય જાળવી રાખે. આ રીતે આજની તારીખમાં આ કંપનીના શેરમાં 50 હજાર ટકાનો વધારો થયો છે.

છેલ્લા 2001થી સતત વધી રહ્યા છે શેર

એવું નથી કે આ કંપનીના શેર અચાનક વધી ગયા છે, પરંતુ તે 2001થી સતત વધી રહ્યા છે. ટાટા ગ્રૂપની ગુડ્વિલ અને તેના પર જનતાનો વિશ્વાસ તેની પાછળ સૌથી મોટો આધાર છે. તમે Tata Elxsi ના શેરમાં થયેલા વધારાને બીજી રીતે પણ સમજી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે વર્ષ 2016માં આ ટાટા કંપનીમાં આશરે 1 લાખ રૂપિયાના શેરનું રોકાણ કર્યું હોત, તો તે આજે વધીને 11 લાખ રૂપિયા થઈ ગયા હોત.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ A fierce fire broke out in an electric motor parking lot: દિલ્હીમાં જામિયા નગરના ઈલેક્ટ્રિક મોટર પાર્કિંગમાં લાગી ભીષણ આગ, 100 વાહનો બળીને ખાખ

Gujarati banner 01