A fierce fire broke out in an electric motor parking lot

A fierce fire broke out in an electric motor parking lot: દિલ્હીમાં જામિયા નગરના ઈલેક્ટ્રિક મોટર પાર્કિંગમાં લાગી ભીષણ આગ, 100 વાહનો બળીને ખાખ

A fierce fire broke out in an electric motor parking lot: આ અકસ્માતમાં 100 જેટલા વાહનો બળીને રાખ થઈ ગયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

નવી દિલ્હી, 08 જૂનઃ A fierce fire broke out in an electric motor parking lot: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જામિયા નગરના ઇલેક્ટ્રિક મોટર પાર્કિંગમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ પર કાબુ મેળવવા માટે સાત ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અકસ્માતમાં 100 જેટલા વાહનો બળીને રાખ થઈ ગયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.


દિલ્હી ફાયર સર્વિસ તરફથી મળેલી માહિતી મુજબ આગની આ ઘટનામાં ઘણા વાહનોને નુકસાન થયું છે. અકસ્માતમાં 10 કાર, 1 મોટરસાઇકલ, 2 સ્કુટી, 30 નવી ઇ-રિક્ષા અને 50 જૂની ઇ-રિક્ષા બળીને રાખ થઇ ગઇ હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચોઃ Increased corona cases in Rajkot: રાજકોટમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્ર ફરી હરકતમાં, છેલ્લા ૭ દિવસમાં ૧૫ કેસ નોંધાયા

આ પહેલા ગૃહમંત્રાલયની ઓફિસમાં લાગી હતી આગ

આ પહેલા મંગળવારે મોડી રાત્રે નોર્થ બ્લોકમાં ગૃહ મંત્રાલયની ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બે રૂમ આગની લપેટમાં આવી જતાં ત્યાં રાખેલો સામાન બળીને રાખ થઈ ગયો હતો. આગને કાબુમાં લેવામાં દિલ્હી ફાયર વિભાગની સાત ગાડીઓને લગભગ એક કલાકનો સમય લાગ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર નોર્થ બ્લોકમાં ગૃહ મંત્રાલયના કાર્યાલયમાં બપોરે 12.18 કલાકે આગનો કોલ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલા મે મહિનાના પહેલા પખવાડિયામાં દિલ્હીના મુંડકામાં ચાર માળની ઈમારતમાં આગ લાગી હતી. આ ઘટનામાં 27 લોકોના મોત થયા હતા અને 27 લોકો દાઝી ગયા હતા. આ દુર્ઘટનામાં મૃતદેહો એટલા બળી ગયા હતા કે અત્યાર સુધી 27માંથી માત્ર 10 મૃતદેહોની ઓળખ થઈ શકી છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ 16 year old boy kills his mother: PUBG ના રમવા દેવાને કારણે ગુસ્સે થયેલા 16 વર્ષના છોકરાએ તેની માતાની ગોળી મારીને હત્યા કરી

Gujarati banner 01