Season tickets allowed: 15 સપ્ટેમ્બરથી 8 જોડી પેસેન્જર ટ્રેનોમાં સિઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી

અમદાવાદ ,૧૪ સપ્ટેમ્બર: Season tickets allowed: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળની આઠ જોડી પેસેન્જર, મેમૂ તથા ડેમૂ ટ્રેનોમાં તારીખ 15 સપ્ટેમ્બર, 2021 થી માસિક સિઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. મંડળ રેલ પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ ટ્રેનોનું વિવરણ નીચે મુજબ છે:-

1.   ટ્રેન નંબર 09431/09432 સાબરમતી-મહેસાણા-સાબરમતી ડેમૂ સ્પેશિયલ

2.   ટ્રેન નંબર 09433/09434 સાબરમતી-પાટણ-સાબરમતી ડેમૂ સ્પેશિયલ

3.   ટ્રેન નંબર 09316/09315 અમદાવાદ-વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ

4.   ટ્રેન નંબર 09497/09498 ગાંધીનગર-વરેઠા-ગાંધીનગર મેમુ સ્પેશિયલ

5.   ટ્રેન નંબર 09401/09402 અસારવા-હિંમતનગર-અસારવા ડેમૂ સ્પેશિયલ

6.   ટ્રેન નંબર 09487/09488 મહેસાણા-વિરમગામ-મહેસાણા પેસેન્જર સ્પેશિયલ

7.   ટ્રેન નંબર 09491/09492 મહેસાણા-વિરમગામ-મહેસાણા પેસેન્જર સ્પેશિયલ

8.   ટ્રેન નંબર 09496/09495 અમદાવાદ-વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ

Season tickets allowed: માસિક સીઝન ટિકિટ ધારકોને માત્ર પુન: માન્યતા (રિવેલીડેશન) સિવાય માસિક આધાર પર જ mst જારી કરવામાં આવશે. મુસાફરો મુસાફરી દરમિયાન સ્થાનિક/રાજ્ય પ્રશાસન દ્વારા જારી કરાયેલા COVID-19 પ્રોટોકોલનું પાલન કરવામાં આવે.

આ પણ વાંચો…Beauty tips for oily skin: ઑઇલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે બેસનથી બનેલા ફેસપેકનો ઉપયોગ કરો…! વાંચો વિગત

Whatsapp Join Banner Guj