Night Curfew image 600x337 1

Night curfew: રાજ્યની 8 મહાનગર પાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો, આ તારીખ સુધી રહેશે અમલ

Night curfew: રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે

ગાંધીનગર, 14 સપ્ટેમ્બરઃ Night curfew: કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફરી 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે. આ શહેરોમાં રાત્રે 11 કલાકથી સવારે 6 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવી દેવામાં આવ્યું છે. હવે આ શહેરોમાં 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ રહેશે. આ દરમિયાન લોકો રાત્રે 11 થી સવારે 6 કલાક સુધી બિનજરૂરી બહાર નિકળી શકશે નહીં.

આ પણ વાંચોઃ Heavy rain forecast in gujarat: રાજ્યમાં હજી 4 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ?

રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ઉજવણીને લઇને સરકારે ગાઇડલાઇન જાહેર કરી હતી. તે પ્રમાણે જાહેર ગણેશ ઉત્સવમાં 4 ફૂટ અને ઘરમાં બે ફૂટી ગણેશ મૂર્તિનું સ્થાપન કરી શકાશે. જાહેર ગણેશ મહોત્સવમાં પંડાલ શક્ય તેટલા નાના રાખવાનું પણ જણાવાયું છે. ગણેશ ઉત્સવમાં આવતા લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરે તે પણ એસઓપીમાં કહેવામાં આવ્યું છે.

તો ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોને અને એક વાહનને છૂટ આપવામાં આવી છે. તો ઘરમાં સ્થાનપ કરેલા ગણેશજીનું ઘરમાં જ વિસર્જન કરવાનું કહેવામાં આવ્યું છે. ગણેશ ઉત્સવ દરમિયાન રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. એટલે કે આ 8 મગહાનગરોમાં ગણેશ ઉત્સવ દરમિયાન રાત્રે 12 કલાક સુધી છૂટછાટ આપવામાં આવી છે.

Whatsapp Join Banner Guj