સરકારે શરુ કર્યો અનોખો કોન્ટેસ્ટ(vaccination contest) ટેગલાઈનની સાથે તમારા રસીકરણનો ફોટો શેર કરો અને જીતો 5,000 રૂપિયા- જાણો પ્રોસેસ

નવી દિલ્હી, 22 મેઃ અત્યારે દેશમાં 18થી વધુની ઉંમરના નાગરિકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર હવે તમને ઘરેબેઠા 5,000 રૂપિયા જીતવાની તક આપી રહી છે. જે વ્યક્તિ વેક્સીન લગાવતો ફોટો એક સારી ટેગલાઈન સાથે શેર કરશે તેને સરકાર 5000 રૂપિયા રોકડ ઈનામ આપશે. જાણો આ કોન્ટેસ્ટ(vaccination contest)માં ભાગ લેવા માટેની પ્રોસેસ શું છે અને કોણે ઈનામ મળશે?

My Gov Indiaએ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ અંગે જાણકારી આપી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે હાલમાં જ વેક્સિન લીધી છે તો તમે લાખો લોકોને વેક્સિન (vaccination contest)માટે પ્રેરિત કરી શકો છો. તમે વેક્સિનનું મહત્ત્વ આપતી એક ટેગલાઈનની સાથે તમારા રસીકરણનો ફોટો શેર કરો અને 5,000 રૂપિયા જીતવાની તક મેળવો.

Whatsapp Join Banner Guj

My Gov Indiaએ ટ્વિટર પર તેની લિંક શેર કરી છે, જ્યાં તમે તમારો ફોટો શેર કરી શકો છો. ફોટો શેર કરવા માટે https://bit.ly/3sFLakx લિંક પર ક્લિક કરો.

ADVT Dental Titanium

દર મહિને 10 સિલેક્ટેડ ટેગલાઈનને સરકારની તરફથી 5,000 રૂપિયા આપવામાં આવશે. જો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્યએ વેક્સિન લીધી છે, તો ટેગલાઈનની સાથે રસીકરણનો ફોટો શેર કરો અને આ ટેગલાઈન એવી હોવી જોઈએ કે લોકો વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત થાય. એક વ્યક્તિ એક જ ફોટો આ સાઈટ પર અપલોડ કરી શકશે. તે પોતાના પરિવારના સભ્યો કે સગા સંબંધીઓને પણ આ કોન્ટેસ્ટ(vaccination contest)માં જોડાવા માટે પ્રોત્સાહન આપી શકે છે. આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારે સૌથી પહેલા myGov.in પોર્ટલ પર જવું પડશે. અહીં તમારે લોગિન ટુ પાર્ટિસિપેટ ટેબ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન માહિતી ભરવાની રહેશે.

આ પણ વાંચો….

તાઉ-તે વાવાઝોડાથી રાજ્યમાં ખોરવાયેલ વીજ(electricity) વિતરણ વ્યવ્સ્થા યુદ્ધના ધોરણે પુન:સ્થાપિત કરવાની કામગીરી શરુ, વાંચો શું કહ્યું ઊર્જામંત્રીએ…