ambaji bin mausam barsat

Ambaji Markets flooded: અંબાજી પંથક મા ભારે કમોસમી વરસાદ; બજારોમા ચોમાસા જેવી નદી નો વહેણ બજારોમાં પાણી ભરાયા

Ambaji Markets flooded: અંબાજી પંથક મા સતત બે દિવસ થી ભારે વરસાદ વાહનો એ ધોળા દિવસે લાઈટો ચાલુ કરી વાહન હંકાર્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૯ નવેમ્બર:
Ambaji Markets flooded: હવામાન વિભાગે ગુજરાતમાં આપેલી ફરિયાદ વરસાદની આગાહીના પગલે અંબાજી પંથકમાં સતત બીજા દિવસે પણ વરસાદની હેલી વરસી રહી છે જોકે માવઠા નો વરસાદ જે અલગ જ હોય છે ને હાલમાજે વરસાદ વરસી રહ્યો છે તે જાણે ચોમાસાની ઘટ પુરી કરવા વરસી રહ્યો હોય તેમ ચોમાસાની ઋતુનો જે રીતે વરસાદ થતો હશે તે ભરશિયાળે અંબાજી પંથકમાં ચોમાસા જેવો ઘાટ ઘડાયો છે અને સતત બે દિવસથી અંબાજી પંથકમાં વરસાદ વરસી રહ્યો છે જે રીતે ગઇકાલે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો

Ambaji Markets flooded

આજે ફરી વહેલી સવારથી વરસાદ શરૂ થતાં અંબાજી પંથકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે અંબાજીમાં જેવી કે આજે દિવાળીનો માહોલ હતો અને જે વ્યાપારીને વેપાર ની આશા બંધાણી હતી તેના ઉપર પણ પાણી ફરી વળ્યુ છે દેવ દિવાળી ના કારણે ધંધા-રોજગારને ચાલશે પણ સતત વરસી રહેલા વરસાદના કારણે વેપારીઓને આશા પણ ઠગારી નીકળી છે ને ક્યાંક ને ક્યાંક વેપારીઓમાં પણ એક નિરાશા જોવા મળી હતી હાલ તો કે જે વરસાદ વરસી રહ્યો છે તે જોતા ખેતીવાડીમા પણ ભારે નુકસાનની સંભાવના સેવાઈ રહી છે

Ambaji Markets flooded

સાથોસાથ ખેડૂતોના ઉપર પણ પડતા ઉપર પાટુ જેનયવો ઘાટ બની શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તે વરસાદ જોતાં આવનારા સમયમાં તાવ શરદી ખાંસી જેવી બીમારીઓ પણ લોકો મા જોવા મળશે તેવુ લાગી રહ્યુ છે ત્યારે એમ કહી શકાય કે એક તરફ જ્યારે કોરોના મહામારી ની સીઝન હતી ત્યારે બીજી તરફ ફરી એકવાર ચોમાસાની ઋતુ એક બીજી અન્ય કોઈ મહામારી આવે તેવી પણ દહેશત આ તબક્કે જોવા મળી રહી છે જે રીતે કોરોના માં લોકો ઘરમાં રહ્યા હતા તે રીતે ચોમાસામાં પણ કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે ઘરમાં જ રહેવા માટે સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો…AMC Statement: હવે AMC સ્ટેડિંગ કમિટી ચેરમેને કહ્યું- ઇંડા અને નોન વેજ લારીઓ હટાવવા કોઇ આદેશ નથી- વાંચો શું છે મામલો?

Whatsapp Join Banner Guj