Duplicate products in Osia mall

Duplicate products in Osia mall: વસ્ત્રાલના ઓશિયા મોલમાંથી મળી આવી ડુપ્લિકેટ પ્રોડક્ટ, રામોલ પોલીસે શરૂ કરી તપાસ

Duplicate products in Osia mall: મોલમાં હારપિકની ડુપ્લીકેટ બોટલનો જથ્થો પોલીસે જપ્ત કર્યો

અમદાવાદ, 19 નવેમ્બરઃ Duplicate products in Osia mall: શહેરમાં ડુપ્લીકેટ બ્રાન્ડેડ વસ્તુઓનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. અમરાઇવાડી તેમજ વસ્ત્રાલમાં આવેલ ઓશિયા મોલમાં હારપીકની ડુપ્લિકેટ પ્રોડક્ટ મળી આવી છે. બ્રાન્ડેડ સામાનની માંગ વધતા રોકડી કરવા માટે હવે વેપારીઓ બાદ મોલમાં પણ નકલી સામાન વેચીને મોટો નફો રળવાના ચસ્કે ચડ્યા છે. બ્રાન્ડેડ કંપનનીના નામે ડુપ્લીકેટ પ્રોડક્ટ મળી આવતા અનેક સાવલો ઉભા થયા છે. ત્યારે આ મામલે રામોલ પોલીસે વસ્ત્રાલની ઓશિયા મોલમાંથી હારપીકની ડુપ્લિકેટ બોટલો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

વસ્ત્રાલના ચાર રસ્તા પાસે આવેલ ઓસીયા મોલમાં ઉપરોક્ત ડુપ્લીકેટ હારપીકની બોટલનો જથ્થો મળી આવ્યો છે. પ્રોડક્ટમાં છાપેલી બેંચ કોડીંગ પેર્ટન કંપનીથી અલગ હોવાનું જાણ થતાં રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. સૌથી પહેલા અમરાઇવાડી વિસ્તારમાં આવેલ ઓસીયા મોલમાં ડુપ્લીકેટ હારપીકની બોટલ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જો કે નકલી બોટલોનો જથ્થો કબ્જે થાય તે પહેલા તમામ પ્રોડક્ટો વેચાઇ ગઇ હતી. બાદમાં વસ્ત્રાલની ઓસીયા મોલમાંથી હારપીકની બોટલોનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.

36273146 f0bd 4839 90cb 3cbf1199be79 1

અમરાઇવાડી વિસ્તારમાં રહેતા અને નેત્રીકા કંસલ્ટીંગ અને ઇન્વેસ્ટીગેશન પ્રા.લી કંપનીમાં સીનીયર અધિકારી તરીકે ફરજ બજાવતા ચીરાગભાઇ પંચાલે રામોલ પોલીસ મથકમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું, અમારા અંડરમાં રેકીટ બેંક કીશર તથા હીન્દુસ્તાન યુનીલીવર તથા જોનસન ઇન જોન્સન તથા ડાબર જેવી વિવિધ કંપનીઓની પ્રોડક્ટનું થતું ડુપ્લીકેટ અટકાવવા કામ કરૂ છું. તેમણે જણાવ્યું હતું કે, ગત રોજ દિવાળી તહેવારને લઇ નકલી પ્રોડક્ટોને લઇ તપાસ કરતા અમરાઇવાડી વિસ્તારમાં આવેલ ઓસીયા મોલમાં રેકીટ બેંક કીસર કંપનીની પ્રોડક્ટ હારપીરની બોટલો જોતા જે જુપ્લીકેટ હોવાનું જણાવતા એક બોટલ ખરીદી કરી હતી. અને પરીક્ષણ માટે કંપનીમાં મોકલી આપી હતી. જેમાં કંપની દ્વારા પરિક્ષણ દરમિયાન પ્રોડક્ટ ડુપ્લીકેટ હોવાનું પુરવાર થયું હતું.

આ પણ વાંચોઃ ab de villiers: આ બેટ્સમેને ક્રિકેટને સંપૂર્ણપણે અલવિદા કહ્યુ, IPL પણ નહીં રમે!

તપાસ દરમિયાન બોટલમાં અંગ્રેજીમાં દર્શાવેલ બેચ નં.એચએલએચ 587 કંપનીના કહેવા મુજબ મેં 2021માં બનાવવામાં આવેલ નહીં કે ઓગસ્ટ 2021માં તેમજ બેચ કોડીંગ પેર્ટન કંપનીના બેચ કોડીંગ સાથે નહીં મળી આવતા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. ત્યાર બાદ અમરાઇવાડી ઓસીયા મોલમાં જઇને તપાસ કરતા તમામ સ્ટોક વેચાઇ ગયો હોવાનું જણાવ્યું હતું. આ અંગે અલગ અલગ બ્રાંચમાં તપાસ કરતા વસ્ત્રાલ ખાતે આવેલ ઓસીયા મોલમાં ડુપ્લીકેટ હારપીકની બોટલનો જથ્થો મળી આવ્યો હતો.

હાલ આ મામલે રામોલ પોલીસે હારપીકની ડુપ્લિકેટ બોટલો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. કંપનીના નામે ડુપ્લીકેટ માલ ક્યાંથી આવ્યો તે દિશામાં રામોલ પોલીસે તજવીજ શરૂ કરી છે.

Whatsapp Join Banner Guj