SocialPubli

SocialPubli: હવે ભારતભરના ઉદ્યોગ સાહસિકોને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે માર્કેટપ્લેસનો અવસર આપતું પ્લેટફોર્મ બન્યું, ‘સોશિયલપબ્લી’

SocialPubli: સોશિયલપબ્લી ના માધ્યમથી પોતાના માર્કેટ ને વિસ્તૃત કરવા અને સોલ્યુશન્સ ને ફેલાવવા માટે કનેક્ટ કરી શકાશે વિશ્વભરના 30 હજાર કરતાં વધારે ઈનફ્લુએન્સર અને ખ્યાતનામ લોકો ને.

વડોદરા, 18 નવેમ્બરઃ SocialPubli: વડાપ્રધાન મોદીના ડિજિટલ ભારત ના સપના ને ખરા અર્થમાં સાકાર કરવા માટે વડોદરાના યુવા ઉદ્યોગસાહસિક અને ટેકનોક્રેટ એવા ભાગ્યેશ કડિયા દ્વારા ભારતભરના સ્ટાર્ટઅપ વેંચર્સ તથા નાના બિઝનેસનો ને ની પ્રોડક્ટ ને પ્રભાવશાળી વ્યક્તિત્વ ના સક્રિય ઓનલાઇન નેટવર્ક ની મદદ થી વિશ્વભરમાં માર્કેટ કરવા માટે જરૂરી એવા પ્લેટફોર્મ શરૂઆત કરવામાં આવી.

નાનામાં નાના વેપારીઓથી લઈને ઉદ્યોગસાહસિક સુધી દરેકને પોતાના પ્રોડક્ટ તથા સોલ્યુશન્સ વિશે મહત્તમ લોકો સુધી જાણકારી પહોંચે એ ખૂબ જ અગત્યનું હોય છે. આજના ડીજીટલ યુગમાં જ્યારે દરેક માણસ પોતાના ખિસ્સામાં એક પોતીકું વિશ્વ લઈને ફરતો હોય છે, ત્યારે ભારતના નાના-મોટા ઉદ્યોગ સાહસિકો, ઇનોવેટર્સ અને રોકાણકારોને સહજ અને સરળ રીતે વિવિધ ક્ષેત્રે ખ્યાતનામ અને પ્રભાવી લોકો સુધી પહોંચવા માટેનું પ્લેટફોર્મ ની શરૂઆત વડોદરાના ભાગ્યેશ કડિયા અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવી છે.

આ(SocialPubli) પ્લેટફોર્મ દ્વારા આગામી દિવસોમાં અંદાજે એક લાખ લોકો ને જોડીને ભારતમાં નિર્મિત થયેલી પ્રોડક્ટ્સ ને વિશ્વભરમાં માર્કેટ મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે જ્યારે આપણે કોરોનાની વિષમ પરિસ્થિતિ માંથી બહાર નીકળી ને આપણી અર્થવ્યવસ્થા ને એક નવી ઊંચાઈ આપવા માટે સૌ કાર્ય કરી રહ્યા છે ત્યારે ભાગ્યેશ દ્વારા શરૂ કરાયેલા પ્લેટફોર્મ સોશિયલપબ્લી યુવાઓ માટે એક પ્રેરક બળ બની રહેશે. આ માટે તેઓને પારુલ યુનિવર્સિટી સંચાલિત સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર અને એક્સેલેટર “વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો” નો જરૂર સપોર્ટ મળ્યો છે. તદુપરાંત તેઓના આ પ્લેટફોર્મ ને આગળ ધપાવવા માટે જરૂરી માર્ગદર્શન, ઇન્ડસ્ટ્રી નેટવર્ક સપોર્ટ તથા અન્ય સહાયતા વડ -એક્સ લોન્ચપેડ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Arthur o urso marries 9 women: બ્રાઝિલના એક મોડલે એક સાથે નવ મહિલાઓ સાથે કર્યા લગ્ન- વાંચો આ પરાક્રમ વિશે

યુએસ માંથી માસ્ટર ડીગ્રીનો અભ્યાસ કરી ચુકેલા અને ડેટા સાયન્ટિસ્ટ એવા ભાગ્યેશ કડિયા વધુ માં જણાવે છે કે. સોશિયલપબ્લી (SocialPubli)પ્લેટફોર્મ ની મદદથી હવે વિશ્વભરના નાના-મોટા ઉદ્યોગ સાહસિકો પોતાના માટે નવા બજારોની શોધ કરતાં કરતાં ઓનલાઇન પ્લેટફોર્મ ના માધ્યમ થી મહત્તમ લોકો સુધી પહોંચવાનો લાભ લઈ શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખૂબ જ ટૂંક સમય પહેલાં શરૂ કરવામાં આવેલા પ્લેટફોર્મ પર વિશ્વભરના ત્રીસ હજાર કરતાં વધારે પ્રભાવી લોકો જોડાઈ ચુક્યા છે, તથા અંદાજિત 500 કરતા વધારે સ્ટાર્ટઅપ, યુવા પ્રોફેશનલ્સ અને બિઝનેસમેન અમારા દ્વારા વિકસાવેલા પ્લેટફોર્મ નો લાભ લઈ ચૂક્યા છે. અમારા દ્વારા કરવામાં આવેલી આ શરૂઆત ભારતભરના પ્રભાવી લોકોને જોડવાનું એક સશક્ત માધ્યમ બનશે અને ભારતની પ્રોડક્ટ્સ ને વિશ્વભરમાં ફેલાવીને ભારતને ગૌરવાન્વિત કરવાનું કામ કરશે. તદુપરાંત આગામી દિવસોમાં આ પ્લેટફોર્મ ને યુરોપ, યુનાઈટેડ સ્ટેટ્સ અને વિશ્વના વિવિધ ભાગો માં વિસ્તૃત કરાવાની યોજના ધરાવીએ છીએ.

Whatsapp Join Banner Guj