Arthur o urso marries 9 women

Arthur o urso marries 9 women: બ્રાઝિલના એક મોડલે એક સાથે નવ મહિલાઓ સાથે કર્યા લગ્ન- વાંચો આ પરાક્રમ વિશે

Arthur o urso marries 9 women: બ્રાઝિલના મોડેલ આર્થર ઓ ઉર્સોએ હવે એક સાથે નવ મહિલાઓ સાથે લગ્ન કરવાનુ પરાક્રમ કર્યુ

નવી દિલ્હી, 18 નવેમ્બરઃ Arthur o urso marries 9 women: અજીબો ગરીબ હરકતો કરવા માટે જાણીતા અને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતા બ્રાઝિલના મોડેલ આર્થર ઓ ઉર્સોએ હવે એક સાથે નવ મહિલાઓ સાથે લગ્ન કરવાનુ પરાક્રમ કર્યુ છે.

આર્થરે મુક્ત પ્રેમની ઉજવણી કરવા માટે લગ્ન કર્યા હોવાનુ કારણ આપ્યુ છે.આ લગ્ન બ્રાઝિલના સાઓ પાઉલો શહેરના એક ચર્ચામાં યોજાયા હતા.

આ પણ વાંચોઃ Preity zinta: બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા 46 વર્ષની વયે બે જોડિયા બાળકોની બની માતા, જાણો બાળકોના નામ- વાંચો વિગત

ઉલ્લખનીય છે કે, આર્થરે પહેલા લગ્ન લુઆના કાજકી નામની મહિલા સાથે કર્યા છે અને આ પહેલા લુઆના આર્થને કુતરો બનાવીને ગળામાં ચેન નાંખીને રેલવે સ્ટેશન પર લઈ ગઈ હતી.આર્થર અને લુઆના પોતાના હનીમૂન દરમિયાન નિર્વસ્ત્ર અવસ્થામાં પણ વિવિધ સ્થળોએ ફર્યા હતા.

કોરોના વખતે લોકડાઉન દરમિયાન આર્થ અને લુઆનાએ જેમની સેક્સ લાઈફ સારી ના હોય તેવા દંપતિઓને સોશિયલ મીડિયા પર ટિપ્સ પણ આપી હતી. જોકે હવે મુક્ત પ્રેમની ઉજવણી કરવા માટે  અને માત્ર એક લગ્નની પ્રથાનો વિરોધ કરવા માટે આર્થરે બીજી નવ મહિલાઓ સાથે એક સાથે લગ્ન કર્યા છે.

Whatsapp Join Banner Guj