Ahmedabad Oxygen Park: વેસ્ટ ઝોનના ઓક્સિજન પાર્કની કમિશનરે લીધી મુલાકાત
Ahmedabad Oxygen Park: અમદાવાદના વેસ્ટ ઝોનના ઓક્સિજન પાર્કની કમિશનર બંછાનિધિ પાનીએ લીધી સ્થળ મુલાકાત, ડેન્સ પ્લાન્ટેશન વધુ સમૃદ્ધ બનાવવા આપ્યા માર્ગદર્શન
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોઅમદાવાદ, 01 જુલાઈ: Ahmedabad Oxygen Park: અમદાવાદ શહેરમાં પર્યાવરણ સંરક્ષણ અને નાગરિકોને વધુ ગુણવત્તાયુક્ત હરિયાળી ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે આજરોજ માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં આવેલા વિવિધ ઓક્સિજન પાર્કની સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પાર્કમાં ચાલી રહેલા વિકાસકાર્યો, હરિયાળી તેમજ ઉપલબ્ધ સુવિધાઓનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.
કમિશનરએ ખાસ કરીને ઓક્સિજન પાર્કમાં (Ahmedabad Oxygen Park) કરવામાં આવેલા ડેન્સ પ્લાન્ટેશનને વધુ સમૃદ્ધ, સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવા અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વધુ વૃક્ષારોપણ, હરિયાળીના જતન અને પર્યાવરણને અનુકૂળ વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવા સૂચના આપી હતી, જેથી શહેરમાં હરિત આવરણમાં સતત વધારો થઈ શકે.
આ ઉપરાંત, પાર્કમાં આવતા નાગરિકોને વધુ સારી અને સુવિધાસભર અનુભૂતિ મળી રહે તે માટે જનસુખાકારીને ધ્યાનમાં રાખી જરૂરી નાગરિક સુવિધાઓમાં વધારો કરવા પણ કમિશનરએ સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા. પાર્કના જાળવણી કાર્યને વધુ અસરકારક બનાવવા તેમજ નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાયુક્ત વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માટે પણ તેમણે જરૂરી સૂચનો કર્યા હતા.
આ પણ વાંચો:-Train Passenger Information: 1 અને 2 જુલાઈના રોજ રાજકોટ સ્ટેશન પર કેટલીક ટ્રેનોના પ્લેટફોર્મમાં ફેરફાર થશે
મ્યુનિસિપલ કમિશનરની આ મુલાકાત દરમિયાન સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્થળ પર જરૂરી મુદ્દાઓ અંગે ચર્ચા કરી આગામી કામગીરી માટે માર્ગદર્શન મેળવ્યું હતું.
