google wallet

Google Digital Wallet: ગૂગલે બુધવારે ભારતમાં એન્દ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કર્યુ ગૂગલ ડિજિટલ વૉલેટ, હાલ 80 દેશોમા કાર્યરત

Google Digital Wallet: ગૂગલમાં જીએમ અને ઇન્ડિયા એન્જિનિયરીંગ લીડના વડા રામ પપટલાએ જણાવ્યું હતું કે ગૂગલ પે ક્યાંય જવાનું નથી અને તે અમારી મુખ્ય પેમેન્ટ એપ રહેશે

whatsapp banner

બિઝનેસ ડેસ્ક, 09 મેઃ Google Digital Wallet:ગૂગલે બુધવારે ભારતમાં એન્દ્રોઇડ યુઝર્સ માટે ગૂગલ વોલેટ એપ લોન્ચ કર્યુ છે. તેના દ્વારા તેઓ પ્લેનનાા બોર્ડિંગ પાસ, લોયલ્ટી કાર્ડ, ઇવેન્ટ ટિકિટ્સ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના પાસને સુરક્ષિત રીતે સ્ટોર કરે છે. ડિજિટલ વોલેટ ભારતમાં બુધવારથી લોન્ચ થયું છે અને તે વર્તમાન ગૂગલ પે સાથે પૂરક સર્વિસ તરીકે હશે, એમ ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

BJ ads 01

ગૂગલમાં જીએમ અને ઇન્ડિયા એન્જિનિયરીંગ લીડના વડા રામ પપટલાએ જણાવ્યું હતું કે ગૂગલ પે ક્યાંય જવાનું નથી અને તે અમારી મુખ્ય પેમેન્ટ એપ રહેશે, ગૂગલ વોલેટ મુખ્યત્વે નોન-પેમેન્ટ યુઝના કેસમાં અમલી બનશે.ગૂગલ વોલેટ હાલમાં ૮૦ દેશોમાં કાર્યરત છે.

તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની સર્વિસ પાછળનો વિચાર ઓપન સોફ્ટવેરનો છે, તેમા કેરિયર્સ, ઓઇએમ (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ) અને ડેવલપર્સ તેમની જબરજસ્ત પ્રોડક્ટ બનાવી શકે.

આ પણ વાંચો:- Global values: વૈશ્વિક મૂલ્યો, પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

નવી સર્વિસમાં ગૂગલે એર ઇન્ડિયા, ઇન્ડિગો, ફ્લિપકાર્ટ, પાઇન લેબ્સ, કોચી મેટ્રો, પીવીઆર અને આઇનોક્સ સહિત ૨૦ ભારતીય બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરી છે અને જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં વધુને વધુ ભાગીદારો જોડાશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો