air india

Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસના 100થી વધુ કેબિન ક્રૂ સભ્યોએ અચાનક ‘સિક લીવ’ પર, જેના કારણે 90થી વધુ ફ્લાઈટ્સ રદ

Air India Express: મંગળવાર રાતથી 100થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, જેનાથી લગભગ 15,000 મુસાફરોને અસર થઈ હતી.

whatsapp banner

નવી દિલ્હી, 09 મેઃ Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસે કોઈપણ સૂચના વગર બિમારી (Sick Leave)નું કારણ આપીને રજા પર ગયેલા કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરી દીધા છે. ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા એક્સપ્રેસના 100થી વધુ કેબિન ક્રૂ સભ્યોએ અચાનક ‘સિક લીવ’ લઈને રજા લઈ લીધી, જેના કારણે એરલાઈને મંગળવાર રાતથી તેની 90થી વધુ ફ્લાઈટ્સ રદ કરવી પડી. જેના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો:- Google Digital Wallet: ગૂગલે બુધવારે ભારતમાં એન્દ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કર્યુ ગૂગલ ડિજિટલ વૉલેટ, હાલ 80 દેશોમા કાર્યરત

ઉલ્લેખનીય છે કે, ગયા મંગળવારે જ્યારે એરલાઈન્સની ઘણી ફ્લાઈટ્સ ઉપડવાની હતી, ત્યારે છેલ્લી ઘડીએ કેબિન ક્રૂના કર્મચારીઓ બીમાર હોવાની જાણ કરી અને તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. બુધવારે એરલાઇનના CEOએ જણાવ્યું હતું કે, ‘મંગળવાર સાંજથી, અમારા 100 કરતા પણ વધારે કેબિન ક્રૂ સહકર્મીઓ તેમની નિર્ધારિત ફ્લાઇટ ડ્યુટી પહેલાં છેલ્લી ઘડીએ બીમાર હોવાની જાણ કરી છે, જેના કારણે અમારા સંચાલનમાં ગંભીર સમસ્યા ઉભી થઈ છે.’

BJ ads 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો