Gujarat health department: મહત્વ નો નિર્ણય, હવે આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓએ બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે
Gujarat health department: ઓનલાઈન મળેલ અરજીઓ ના આધારે જ બદલી અંગેના નિર્ણય કરવામાં આવશે અને તે સિવાયની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં જેથી તમામ કર્મીઓએ હવે ઓનલાઈન અરજી કરવાની રહેશે
ગાંધીનગર, 03 ડિસેમ્બરઃ Gujarat health department: રાજય સરકારના આરોગ્ય વિભાગ હસ્તક ફરજો બજાવતા અધિકારી-કર્મચારીઓએ બદલી માટે હવે ઓનલાઈન અરજી કરવાની રહેશે તે સિવાયની અરજીઓ ધ્યાને લેવાશે નહી એમ આરોગ્ય વિભાગની યાદીમા જણાવાયુ છે.
યાદીમા વધુમા જણાવાયાનુસાર આરોગ્ય વિભાગ હસ્તકની જાહેર આરોગ્ય,તબીબી સેવાઓ,તબીબી શિક્ષણ અને એન.એચ.એમ. હેઠળ ફરજ બજાવતાં તમામ કાયમી અને કોન્ટ્રાક્ચ્યુઅલ અધિકારીઓ/કર્મચારીઓ ની સેવા વિષયક બાબતોને સુચારૂ બનાવવાના ભાગરૂપે તેમજ સામાન્ય વહીવટ વિભાગ ધ્વારા બદલીની બાબતોમાં સરળતા અને પારદર્શકતા લાવવા માટે થયેલ સુચનાના કારણે આ નિર્ણય કરાયો છે.

તદઅનૂસાર તા.૦૨/૧૨/૨૦૨૧ થી તમામ અધિકારી કર્મચારીઓએ બદલીની અરજીઓ Arogyasathi.gujarat.gov.in માં કરવાની રહેશે . ઓનલાઈન મળેલ અરજીઓ ના આધારે જ બદલી અંગેના નિર્ણય કરવામાં આવશે અને તે સિવાયની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં જેથી તમામ કર્મીઓએ હવે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ વધુમા જણાવાયુ છે.
આ પણ વાંચોઃ Lockdown in S.A: એક જ દિવસમાં ઓમિક્રોનના બમણા કેસ નોંધાતા, આ દેશે લગાવ્યું લોકડાઉન- વાંચો વિગત
