Ravindra Jadeja

Jadeja Fan pose: ધોનીનો જબરો ફેન બન્યો જાડેજા, માહીના ઘરની બહાર ફોટો પડાવ્યો- સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

Jadeja Fan pose: જાડેજાએ પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટર એમએસ ધોનીના ઘરની બહાર ફોટો પડાવ્યો

સ્પોર્ટસ ડેસ્ક, 28 ફેબ્રુઆરીઃ Jadeja Fan pose : રાંચીમાં રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં 3-1ની અજેય લીડ મેળવી લીધી છે. ચોથી ટેસ્ટ બાદ ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક પોસ્ટ શેર કરી છે, જેના પર ફેન્સ જાડેજાની મજા લઇ રહ્યા છે. જાડેજાએ પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટર એમએસ ધોનીના ઘરની બહાર ફોટો પડાવ્યો હતો.

સોશિયલ મીડિયા પર પોતાની ત્રણ તસવીરો શેર કરતા જાડેજાએ (Jadeja Fan pose) લખ્યું, “લેજેન્ડરી એમએસ ધોનીના ઘરની સામે ફેન તરીકે પોઝ આપવાનો આનંદ આવી રહ્યો છે.” જાડેજાની પોસ્ટને ચાહકો તરફથી ઘણી રમૂજી પ્રતિક્રિયાઓ મળી રહી છે. એક યુઝરે હસતા ઇમોજી સાથે કોમેન્ટ કરી, “માહી ભાઈ, હવે તેને અંદર આવવા દો.” અન્ય યુઝરે કહ્યું, “સાક્ષી ભાભીને કહેવું જોઈતું હતું, તેઓએ ગેટ ખોલી દીધો હોત. આ રીતે બહારથી કેમ જતા રહ્યા.”

આ પણ વાંચો:- vikramaditya singh Resigns: વિક્રમાદિત્ય સિંહે સીએમ સુખ્ખુના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારમાંથી રાજીનામું આપ્યુ, વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો