DKA Breaking

vikramaditya singh Resigns: વિક્રમાદિત્ય સિંહે સીએમ સુખ્ખુના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારમાંથી રાજીનામું આપ્યુ, વાંચો વિગત

vikramaditya singh Resigns:હિમાચલ પ્રદેશની વિધાનસભામાંથી સ્પીકરે વિપક્ષના નેતા જયરામ ઠાકુર સહિત ભાજપના 14 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ vikramaditya singh Resigns: હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી રાજકીય ઉઠાપટકનો દોર શરૂ થઇ ગયો છે. આ સૌની વચ્ચે વીરભદ્ર સિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહે સીએમ સુખ્ખુના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારમાંથી રાજીનામું આપી દીધું છે.

તેમણે કહ્યું કે મેં પ્રિયંકા ગાંધી અને ખડગેને આ મામલે જાણ કરી દીધી છે. ક્યારેક ક્યારેક કઠોર નિર્ણયો લેવા પડે છે અને વર્તમાન સ્થિતિને જોતાં હું આ સરકારમાં રહી શકું તેમ નથી.

ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશની વિધાનસભામાં ભારે હોબાળાની સ્થિતિને પગલે સ્પીકરે વિપક્ષના નેતા જયરામ ઠાકુર સહિત ભાજપના 14 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. તેની સાથે જ વિધાનસભાની કાર્યવાહી પણ 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો