khushi patel surat

Khushi Patel 6th rank: સુરત જિલ્લાના મહુવાના શિક્ષક દંપતિની દીકરી NEETમાં લાવી ૬૫૧ માર્ક્સ; MBBSમાં મેળવશે પ્રવેશ

Khushi Patel 6th rank: મહેનત રંગ લાવી :’નીટ’ પરીક્ષામાં મહુવાના ખરવાણ ગામની વિદ્યાર્થિની ખુશી ઢોડિયા પટેલે એસટી કેટેગરીમાં ગુજરાતમાં પ્રથમ અને ઓલ ઈન્ડિયામાં છઠ્ઠો રેન્ક મેળવ્યો

  • ૭૨૦ માંથી ૬૫૧ સ્કોર મેળવતી ખુશી પટેલ

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૨૪ જાન્યુઆરીઃ
Khushi Patel 6th rank: ધો.૧૨ પછી મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નિટ (NEET-નેશનલ એલિજીબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)-૨૦૨૧ નું પરિણામ જાહેર થયું છે. જેમાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના ખરવાણ ભાટ ફળીયા રહેવાસી શિક્ષક દંપતિની પુત્રી ખુશી ઢોડિયા પટેલે ઝળહળતી સફળતા હાંસલ કરતાં ૭૨૦ માંથી ૬૫૧ સ્કોર સાથે એસટી કેટગરીમાં ગુજરાતમાં પ્રથમ અને ઓલ ઈન્ડિયામાં છઠ્ઠો રેન્ક પ્રાપ્ત કરી પરિવાર તેમજ સુરત જિલ્લા અને રાજ્યનું નામ રોશન કર્યું છે.

સખત મહેનતથી નીટમાં સફળતા મેળવનાર ૧૮ વર્ષીય ખુશી પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના કારણે ઓફલાઇન શિક્ષણ બંધ થતા ઓનલાઇન અભ્યાસ કરી NEETની તૈયારી કરી હતી. મારા માતા નીતાબેન અને પિતા પ્રવિણભાઈ બંન્ને શિક્ષક છે, અને હાલ તેઓ પંચમહાલના હાલોલમાં ફરજ બજાવે છે. તેઓની પ્રેરણાથી મેં નાનપણથી જ મેડિકલ લાઇન લઈને ડોક્ટર બની લોકોની સેવા કરવાનું સપનુ સેવ્યું હતું. મેં વડોદરાની પાર્થ સ્કુલ ઓફ સાયન્સમાં ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ મેળવ્યું છે, જ્યાં પણ અભ્યાસમાં આગળ વધવા માટે ઉમદા સહયોગ મળ્યો છે. જેથી મેડિકલ ફિલ્ડમાં આગળ વધવા માટે રોજ ૧૨ કલાક જેટલો સમય અભ્યાસ માટે ફાળવતી હતી.

Gujarati banner 01

ખુશી વધુમાં જણાવે છે કે, નીટના જાહેર થયેલાં પરિણામમાં એસટી કેટગરીમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવતા અતિ આનંદની લાગણી અનુભવું છું. માતા-પિતાના પ્રોત્સાહન અને રાતદિવસ તૈયારી માટેના સહકારના કારણે MBBSમાં પ્રવેશ લઇ તબીબ બનવાનું સ્વપ્ન હવે હું પૂર્ણ કરી શકીશ. મારી હવે એઈમ્સ ઇન્સ્ટીટયુટમાં એડમિશન લેવાની ખેવના છે. આજે ઈચ્છિત સફળતા-સિદ્ધિ મેળવતા હવે લાગી રહ્યું છે કે આખરે મારી મહેનત રંગ લાવી છે.

ખુશીના પિતા પ્રવિણભાઈ પટેલે જણાવ્યું હતું, કે, ખુશી નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી છે. દિકરીને ઉચ્ચ અભ્યાસ કરાવી ડોક્ટર બનાવવાનું અમારૂં સ્વપ્ન હવે પૂર્ણ થશે. દિકરી દેશનું ભવિષ્ય છે, જેથી લોકોને એક જ સંદેશ આપીશ કે દિકરીને દીકરા સમકક્ષ શિક્ષણ અપાવવું જ જોઈએ. દિકરી હંમેશા માતા પિતાનું હિત ઇચ્છતી હોય છે, અને પરિવારનું નામ આગળ વધારવા માટેના પ્રયત્ન કરતી હોય છે એવું હું સ્પષ્ટપણે માનું છું.

આ પણ વાંચો…Empowerment of women: લગ્ન વયમર્યાદા વધારવાનો કાયદો ભારતીય મહિલાઓના સશક્તિકરણની દિશામાં સીમાચિહ્નરૂપ પગલું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *