admin

No drone zone: એકતાનગરના કેટલાંક વિસ્તારોને ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરાયા

No drone zone: ડ્રોન ઓપરેટ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ

  • અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા એકતાનગરના કેટલાંક વિસ્તારોને ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરાયા

રાજપીપલા, 14 ફેબ્રુઆરી: No drone zone: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ, ન્યુ ગોરા બ્રીજ, મોખડી ડેમ સાઈડ, CHPH/RBPH તેમજ ડાઈક નં-૧ એરોડ્રામથી ડાઈક નં-૪, ટેન્ટ સીટીથી ભુમલીયા, ઝીરો પોઈન્ટથી નર્મદા માતાજીની મૂર્તિ સુધીના સમગ્ર વિસ્તાર તેમજ ગુરૂકુલ હેલિપેડ વિસ્તારને ‘NO DRONE ZONE’ જાહેર કરાયા છે.

Vasant Panchami: વસંત પંચમી એટલે વસંતનાં આગમનની સત્તાવાર છડી પોકારતો દિવસ

આ સમગ્ર વિસ્તારમાં (રીમોટ કંટ્રોલ સંચાલિત) ડ્રોન ચલાવવા/ઓપરેટ કરવા અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.કે.ઉંધાડએ પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામાનો અમલ આગામી તા.૧૩ એપ્રિલ, ૨૦૨૪ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *