Flower farming

Flower cultivation in Rajkot: રાજકોટ જિલ્લામાં ફુલોની ખેતીમાં ગુલાબ કરતાં ગલગોટો આગળ

વસંત પંચમી વિશેષ

Flower cultivation in Rajkot: ગુલાબનું વાવેતર ૨૪ હેક્ટરમાં, જ્યારે ગલગોટો ૬૭ હેક્ટરમાં વવાય છે

ફૂલોની ખેતીને પ્રોત્સાહન માટે રાજ્ય સરકારે જાહેર કરેલી છે ખાસ સહાય યોજનાઓ

Flower cultivation in Rajkot: આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતનાં….મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લૈ, દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના!

ખાસ લેખઃ સંદીપ કાનાણી

 રાજકોટ, 14 ફેબ્રુઆરી: Flower cultivation in Rajkot: કવિ મનોજ ખંડેરિયાની આ પંક્તિ વસંત અને પુષ્પોનો મહિમા સમજાવે છે. વસંત-પંચમી સાથે વસંત ઋતુની શરૂઆત થાય છે અને નવા પર્ણો, પુષ્પો સાથે પ્રકૃતિ નવા શણગાર ધારણ કરે છે. આ સાથે બજારમાં પણ મોટી સંખ્યામાં ફૂલો આવવા લાગે છે. ફુલોની વાત હોય ત્યારે અનેક લોકો પહેલી પસંદ ગુલાબ પર ઉતારે. પણ જો રાજકોટ જિલ્લામાં ફૂલોની ખેતીની વાત કરવામાં આવે તો, વાવેતરમાં અને ઉત્પાદનમાં ગુલાબ કરતાં ગલગોટો આગળ છે. ગુલાબ બીજા ક્રમે આવે છે.

  • બાગાયત વિભાગ તરફથી મળેલા વર્ષ ૨૦૨૩ના ફૂલોની ખેતીના આંકડા જોઈએ તો, રાજકોટ જિલ્લામાં આશરે ૧૨૫ હેક્ટર વિસ્તારમાં વિવિધ પ્રકારના ફૂલોની ખેતી થાય છે. જેમાં વર્ષે આશરે ૯૫૭ મેટ્રીક ટન ફૂલોનું ઉત્પાદન થાય છે. જેમાં પ્રતિ હેક્ટર ૭.૬૬ મેટ્રીક ટનનો ફુલોનો ઉતાર આવે છે.
  • રાજકોટ જિલ્લામાં ફુલોમાં સૌથી વધુ વાવેતર ગલગોટાનું થાય છે. જિલ્લામાં ૬૭ હેક્ટરમાં આ ફૂલ વવાય છે. જેમાં વર્ષે ૬૨૨ મેટ્રીક ટન ફુલોનું ઉત્પાદન થાય છે. જેમાં પ્રતિ હેક્ટર ૯.૨૮ મેટ્રીક ટન ગલગોટા થાય છે.
  • રાજકોટ જિલ્લામાં ફુલોની ખેતીમાં ગુલાબ બીજા ક્રમે છે. જિલ્લામાં ૨૪ હેક્ટરમાં ગુલાબની ખેતી થાય છે. જેમાં વર્ષે આશરે ૧૭૧ હેક્ટરનું ઉત્પાદન થાય છે. પ્રતિ હેક્ટર ૭.૧૩ મેટ્રીક ટન ગુલાબના ફુલોનો ઉતાર ખેડૂતો લે છે.
  • જિલ્લામાં લીલી(રજનીગંધા)ના ફૂલો પણ નોંધપાત્ર રીતે ઉગાડવામાં આવે છે. આશરે ૬ હેક્ટર વિસ્તારમાં ખેડૂતો લીલીના ફૂલોનો પાક લે છે. જેમાં આશરે ૪૬ મેટ્રીક ટન ઉત્પાદન આવે છે. લીલીના ફુલોનું પ્રતિ હેક્ટર ઉત્પાદન આશરે ૭.૬૭ મેટ્રીક ટન જેટલું છે. 
  • જ્યારે ૨૮ હેક્ટરમાં અન્ય ફૂલોનું વાવેતર થાય છે. જેનું વર્ષે ઉત્પાદન ૧૧૮ મેટ્રીક ટન જેટલું થાય છે. જેનું પ્રતિ હેક્ટર ઉત્પાદન ૪.૨૧ મેટ્રીક ટન જેટલું છે.

        મહત્વનું છે કે, ફૂલોના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકારે ફૂલ પાક વાવેતર માટે ખાસ સહાય યોજના જાહેર કરેલી છે.જેમાં દાંડી ફૂલો (કટ ફ્લાવર્સ) માટે પ્રતિ હેક્ટર રૂપિયા એક લાખની યૂનિટ કોસ્ટ માટે નાના અને સી માંત ખેડૂતોને ખર્ચના ૪૦ ટકા કે મહત્તમ રૂપિયા ૪૦ હજારની સહાય પ્રતિ હેક્ટર અપાય છે. જ્યારે અન્ય ખેડૂતોને ખર્ચના ૨૫ ટકા કે મહત્તમ રૂપિયા ૨૫ હજાર પ્રતિ હેક્ટર દીઠ સહાય આપવામાં આવે છે. ટી.એસ.પી. વિસ્તારમાં ખર્ચના ૫૦ ટકા કે મહત્તમ રૂપિયા ૫૦ હજારની સહાય પ્રતિ હેક્ટર ચૂકવાય છે. લાભાર્થી દીઠ મહત્તમ બે હેક્ટર સુધીની સહાય મળવાપાત્ર છે.

Vasant Panchami: વસંત પંચમી એટલે વસંતનાં આગમનની સત્તાવાર છડી પોકારતો દિવસ

        જ્યારે કંદ ફૂલોમાં પ્રતિ હેક્ટર રૂપિયા ૧.૫૦ લાખ યૂનિટ કોસ્ટ સામે નાના અને સીમાંત ખેડૂતોને ખર્ચના ૪૦ ટકા કે મહત્તમ રૂપિયા ૬૦ હજારની સહાય અપાય છે. જ્યારે અન્ય ખેડૂતોને ખર્ચના ૨૫ ટકા કે મહત્તમ રૂપિયા ૩૭,૫૦૦ હજાર સહાય આપવામાં આવે છે. ટી.એસ.પી. વિસ્તારમાં ખર્ચના ૫૦ ટકા કે મહત્તમ રૂપિયા ૭૫ હજારની સહાય પ્રતિ હેક્ટર ચૂકવાય છે. લાભાર્થી દીઠ મહત્તમ બે હેક્ટર મર્યાદામાં સહાય મળવાપાત્ર છે.

        જ્યારે છૂટા ફૂલોની ખેતી માટે પણ ગુજરાત સરકારે સહાય યોજના જાહેર કરેલી છે. જેમાં પ્રતિ હેક્ટર રૂપિયા ૪૦ હજારના યૂનિટ કોસ્ટ સામે નાના અને સીમાંત ખેડૂતોને ખર્ચના ૪૦ ટકા કે મહત્તમ રૂપિયા ૧૬ હજારની સહાય અપાય છે. જ્યારે અન્ય ખેડૂતોને ખર્ચના ૨૫ ટકા કે મહત્તમ રૂપિયા ૧૦ હજાર સહાય આપવામાં આવે છે. ટી.એસ.પી. વિસ્તારમાં ખર્ચના ૫૦ ટકા કે મહત્તમ રૂપિયા ૨૦ હજારની સહાય પ્રતિ હેક્ટર ચૂકવાય છે. લાભાર્થી દીઠ મહત્તમ બે હેક્ટર મર્યાદામાં સહાય જ મળવાપાત્ર છે. ઉપરોક્ત તમામ યોજનામાં રાજય સરકારની વધારાની પૂરક સહાય તરીકે સામાન્ય ખેડુતને ૧૫ ટકા જયારે અનુ. જન જાતિ તથા અનુ. જાતિના ખેડુતને ૨૫ ટકા પૂરક સહાય આપવામાં આવે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *