PM Modi

PM Meeting with Gujarat leader: પીએમ નરેન્દ્ર મોદી રાજભવનમાં સીએમ સહિત અન્ય નેતાઓ સાથે કરશે મહત્ત્વની બેઠક, મંત્રીમંડળમાં મોટો ફેરફાર થવાની શક્યતા!

PM Meeting with Gujarat leader: આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરે તેવી શક્યતા છે. ત્યાર બાદ બપોરે પીએમ મોદી દિલ્હી જવા રવાના થઈ શકે છે. 

ગાંધીનગર, 09 માર્ચ: PM Meeting with Gujarat leader: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમદાવાદની મુલાકાતે છે. અહીં, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટની શરૂઆત થઈ છે. જો કે, આ પહેલા ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસે બંને ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટીવ સ્મિથ સાથે મુલાકાત કરી હતી અને કેપ પહેરાવી હતી.

ત્યાર બાદ બન્ને દેશના PM અન્ય ખેલાડીઓ સાથે મળ્યા હતા અને રાષ્ટ્રગીત સમયે બંને ટીમ સાથે ઊભા રહ્યા હતા. ત્યાર બાદ પીએમ મોદી રાજભવન જવા માટે રવાના થયા હતા. 

જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે 8.30 વાગ્યે મોટેરા વિસ્તારમાં આવેલા ક્રિકેટ સ્ટેડિયમ પહોંચ્યા હતા. પહેલા અડધા કલાક સુધી મેચ જોયા બાદ તેઓ રાજભવન જવા રવાના થયા હતા. માહિતી મુજબ, રાજભવન ખાતે પીએમ મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ સહિત સંગઠનના નેતાઓ સાથે બેઠક કરશે.

આ બેઠકમાં પીએમ મોદી મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પર ચર્ચા કરી શકે છે. ઉપરાંત, તેઓ આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરે તેવી શક્યતા છે. ત્યાર બાદ બપોરે પીએમ મોદી દિલ્હી જવા રવાના થઈ શકે છે. 

વિકાસ, મંત્રીમંડળના વિસ્તરણ અંગે થઈ શકે છે ચર્ચા

ઉલ્લેખનીય છે કે, અગાઉ બજેટ સત્ર દરમિયાન મુખ્યમંત્રી અચાનક દિલ્લી પહોંચ્યા હતા. અહીં, સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યારે હવે એવી ચર્ચા છે કે આજે રાજભવન ખાતે પીએમ મોદી બેઠક કરી મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચા કરી શકે છે. ઉપરાંત, એવી પણ માહિતી છે કે રાજભવનમાં પીએમ મોદીનો 4 કલાકનો સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે.

આ દરમિયાન તેઓ સીએમ, પાર્ટી અધ્યક્ષ સહિત અન્ય નેતાઓ સાથે વિકાસ કામો સહિત મહત્ત્વના મુદ્દાઓ અને આગામી લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી શકે છે. ઉપરાંત સંગઠનમાં મોટા ફેરબદલ અને તેના વિતરણની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચો:-Satish Kaushik Death: બોલિવૂડ એક્ટર સતીશ કૌશિકનું 66 વર્ષની વયે નિધન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો