Surat Police Action Plan

Surat Police Action Plan: ભયજનક વાહન ચલાવનારાઓ સામે સુરત પોલીસ કમિશનરની લાલ આંખ, એક્શન પ્લાન તૈયાર

Surat Police Action Plan: સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને કમિશનર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પોલીસ કમિશનરે જોખમી વાહન ચલાવનાર વાહન ચાલકોના લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવાનો તથા લાયસન્સ સસ્પેન્ડ થયેલાં વાહનચાલકો જો વાહન ચલાવતા ઝડપાય તો કાયમી સસ્પેન્ડ કરવામાં આવે તેવી નિર્ણય લીધો હતો.  

સુરત, 20 મેઃ Surat Police Action Plan: સુરતમાં દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અકસ્માતની ઘટનાનું પ્રમાણ ઘટે તે માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને કમિશનર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં પોલીસ કમિશનરે જોખમી વાહન ચલાવનાર વાહન ચાલકોના લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવાનો તથા લાયસન્સ સસ્પેન્ડ થયેલાં વાહનચાલકો જો વાહન ચલાવતા ઝડપાય તો કાયમી સસ્પેન્ડ કરવામાં આવે તેવી નિર્ણય લીધો હતો. 

આ પણ વાંચોઃ Stock market downturn: દેશમાં રોકાણકારોની મૂડી 21 લાખ કરોડ ઘટી, રુપિયો 346 પૈસા તૂટ્યો

બેઠકમાં પોલીસ કમિશનરએ આગામી વર્ષમાં ફેટલ અકસ્માતોનું પ્રમાણ ઘટે તેમજ મૃત્યુ દરમાં ઘટાડો થાય તેવા હેતુ સાથે સ્ટ્રેટેજીક એકશન પ્લાન ઘડવા જણાવ્યું હતું. બેઠકમાં એપ્રિલ મહિના દરમિયાન 97 તથા છેલ્લા ચાર મહિના દરમિયાન 197 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વાહન ચાલકો સામે વિવિધ રીતે નિયમભંગ બદલ વાહનચાલકોનું પ્રથમ ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે.

અહીંએ પણ મહત્વનું છે કે, અત્યાર સુધીમાં જોખમી રીતે વાહનો ચલાવવા, મોબાઈલ પર ચાલુ ગાડીએ વાત કરવા સહિતના ગુનાઓ આચરનારા 2117 વાહન ચાલકોના લાયસન્સ ત્રણ મહિના માટે રદ કરવાની ભલામણ આર.ટી.ઓ વિભાગને કરવામાં આવી હતી.

જે પૈકી 1070 વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, સાથે જ જો ભવિષ્યમાં ફરી વખત આવી ભૂલ કરે તો કાયમી લાયસન્સ રદ્દ કરવાનો આદેશ પણ કરાયો છે.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Menstrual Hygiene Mistakes:પીરિયડ્સ દરમિયાન આ ભૂલો ક્યારેય ન કરો, તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે

Gujarati banner 01