Ahmedabad corona cases: સોલા સિવિલમાં સગર્ભાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ, અમદાવાદમાં નવા 12 કેસ નોંધાયા

Ahmedabad corona cases: રસીકરણને લઈને પ્રક્રિયા તેજ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં 6000થી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. 

અમદાવાદ, 20 મેઃ Ahmedabad corona cases: અમદાવાદ શહેરની અંદર કોરોના કેસો એક પછી એક સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોમાં વધઘટ જોવા મળી છે. 30 એપ્રિલથી કેસો અમદાવાદ શહેરમાં વધુ આવી રહ્યા હતા ત્યારે હાલ કોરોના કેસો નિયંત્રણમાં જોવા મળી રહ્યા છે જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસોનો આંક 12 પર પહોંચ્યો હતો ત્યારે  સોલા સિવિલ હોસ્પિટલમાં સગર્ભા મહિલાનો રીપોર્ટ પણ કોરોના પોઝિટીવ આવ્યો હતો. 

મહિલાને એક દિવસ દાખલ કરવાની ફરજ પડી હતી. જ્યારે બીજા દિવસે મહિલાને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરી ઘરે હોમ આઈસોલેટ કરવામાં આવી હતી. 12 નવા કેસો અમદાવાદમાં નોંધાયા હતા જ્યારે 19 દર્દીઓ કોરોનામાંથી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Surat Police Action Plan: ભયજનક વાહન ચલાવનારાઓ સામે સુરત પોલીસ કમિશનરની લાલ આંખ, એક્શન પ્લાન તૈયાર

ખાસ કરીને, અમદાવાદમાં કોરોના રસીકરણ સામે એક જ શસ્ત્ર એવા રસીકરણને લઈને પ્રક્રિયા તેજ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં 6000થી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. 

અમદાવાદમાં શહેમાં અત્યારે કોરોનાનો આંક કંટ્રોલમાં છે ખાસ કરીને, કોરોનાના કેસો અગાઉ એનઆઈડી સહીતના સામે આવતા કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ અત્યારે કોરોના કંટ્રોલમાં કહી શકાય છે. એક સમયે 50થી 70 ટકા કેસો ગુજરાતની સામે અમદાવાદમાં આવતા હતા.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Stock market downturn: દેશમાં રોકાણકારોની મૂડી 21 લાખ કરોડ ઘટી, રુપિયો 346 પૈસા તૂટ્યો

Gujarati banner 01