content image d4a153a6 e491 46b7 ac9c b192e8b7780b

Three farm laws repeal bill: આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાના પ્રસ્તાવને મળી મંજૂરી

Three farm laws repeal bill: સરકારે હજી સુધી કેબિનેટ મિટિંગમાં લેવાયેલા નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત નથી કરી પણ બપોરે ત્રણ વાગ્યે કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુર આ બાબતે જાણકારી આપે તેવી શક્યતા

નવી દિલ્હી, 24 નવેમ્બરઃ Three farm laws repeal bill: મોદી સરકારની આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે.

આમ નવા કાયદા પાછા ખેંચવાની દિશામાં સરકારે પહેલુ ડગલુ ભરી દીધુ છે. હવે આ જ પ્રસ્તાવ સંસદમાં મુકવામાં આવશે.જોકે સરકારે હજી સુધી કેબિનેટ મિટિંગમાં લેવાયેલા નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત નથી કરી પણ બપોરે ત્રણ વાગ્યે કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુર આ બાબતે જાણકારી આપે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ free ration: કેબિનેટે ગરીબો માટે લીધો મહત્વનો નિર્ણય, માર્ચ 2022 સુધી સરકાર આપશે ફ્રી રાશન

આ બિલને 29 નવેમ્બરથી સંસદમાં શરુ થતા શિયાળુ સત્ર દરમિયાન મુકવામાં આવશે.પીએમઓની ભલામણના આધારે કૃષિ મંત્રાલયે નવા ત્રણ કાયદા પાછા ખેંચવા માટેનુ બિલ તૈયાર કર્યુ છે.

જ્યારે આ બિલ સંસદમાં મુકાશે ત્યારે તેના પર ચર્ચા પણ થશે અ્ને તેના પર વોટિંગ પણ થશે.બિલ પાસ થયા બાદ રાષ્ટ્રપતિને મોકલવાશે અને રાષ્ટ્રપતિ તેના પર સહી કરશે .તે સાથે જ નવા ત્રણ કૃષિ કાયદા રદ થઈ જશે.

Whatsapp Join Banner Guj