actress ganpati

Ganeshji at bollywood stars home: બોલિવૂડ સેલેબ્સે પણ પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરી- જુઓ ફોટોઝ

Ganeshji at bollywood stars home: કરીના ઘરે સૈફ તથા મોટા દીકરા તૈમુરે ભગવાન ગણપતિની પૂજા કરી હતી. શિલ્પા શેટ્ટી બાપ્પાની આગળ દીકરા વિઆન તથા દીકરી સમીશા સાથે બેઠેલી જોવા મળી

બોલિવુડ ડેસ્ક, 10 સપ્ટેમ્બરઃ Ganeshji at bollywood stars home: 10 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર આખા દેશમાં ધૂમધામથી મનાવવામાં આવ્યો છે. બોલિવૂડ સેલેબ્સે પણ પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિલ્પા શેટ્ટી ગણેશજીને લઈને આવી છે. આ વખતે શિલ્પાએ પતિ રાજ કુંદ્રા વગર જ તહેવાર મનાવ્યો છે.

કરીના કપૂરે પણ બાપ્પાની સ્થાપના કરી હતી. કરીના ઘરે સૈફ તથા મોટા દીકરા તૈમુરે ભગવાન ગણપતિની પૂજા કરી હતી. શિલ્પા શેટ્ટી બાપ્પાની આગળ દીકરા વિઆન તથા દીકરી સમીશા સાથે બેઠેલી જોવા મળી છે. સોનુ સૂદે પરિવાર સાથે ભગવાનની પૂજા કરી હતી. રાહુલ વૈદ્ય-દિશા પરમાર પણ વિધ્નહર્તાની પૂજા અર્ચના કરતાં જોવા મળ્યા હતા.

કરીના કપૂરે પતિ સૈફ અલી ખાન અને બાળકો સાથે ગણપતિની પૂજા કરી, સાથે તૈમૂરે બનાવેલા ક્લેના ગણપતિનો ફોટો પણ ઇનસ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

તુષાર કપૂરે પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરી અને દીકરા સાથે પૂજા કરી. તુષારે ગણપતિ સાથેના ફોટોઝ શેર કર્યા.

ચંકી પાડેના ઘરે ગણપતિ બપ્પાનું આગમન થયું છે, અન્નન્યા પાંડેએ બપ્પાનું સ્વાગત કર્યું અને બપ્પા સાથેનો ફોટો શેર કર્યો.

શિલ્પા શેટ્ટી કુદ્રાંએ બંને બાળકો સાથે ગણપતિજીની ઘરે સ્થાપ્ના કરી છે, અને ગણપતિ સાથેનો ફોટો શેર કર્યો છે.

માધુરી દીક્ષિત પોતાના ઘરે ગણપતિ નથી લાવી પરંતુ ડાંસ દિવાનેના સેટ પર ગણપતિની આરતી કરતો વીડિયો પોસ્ટ કર્યો છે.

Whatsapp Join Banner Guj