Jio phone trial: જિયો ફોન નેક્સ્ટ એડવાન્સ્ડ ટ્રાયલમાં, દિવાળી પહેલાની તહેવારોની સિઝનમાં લોન્ચ કરવાની તૈયારીઓ

Jio phone trial: જિયોફોન નેક્સ્ટ ગૂગલ આસિસ્ટન્ટ, ઓટોમેટિક રીડ-અલાઉડ એન્ડ લેંગ્વેજ ટ્રાન્સલેશન ફોર એની ઓન સ્ક્રીન ટેક્સ્ટ, એક સ્માર્ટ કેમેરા અને ભારતીયો ની જરૂરિયાત મુજબના ફિલ્ટર્સ તથા અન્ય ઘણીબધી વિશેષતાઓ ધરાવે છે

મુંબઈ, 9 સપ્ટેમ્બર 2021: Jio phone trial: જિયો અને ગૂગલે આજે જાહેરાત કરી છે કે જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તેવા જિયોફોન નેક્સ્ટને લોન્ચ કરવા માટે નોંધપાત્ર પ્રગતિ કરવામાં આવી છે. આ અનોખા મેઇડ ફોન ઇન્ડિયા સ્માર્ટફોનને બંને કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

જિયોફોન નેક્સ્ટ એન્ડ્રોઇડ અને પ્લે સ્ટોર પર આધારિત ઓપ્ટિમાઇઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતો તેના જેવો એકમાત્ર ફોન છે. આ ડિવાઇસ અને તેની ઓપરેટિંગ સિસ્ટમ એવી અત્યાધુનિક સવલતો આપશે કે જે અત્યાર સુધી વધુ પાવરફૂલ સ્માર્ટફોનમાં હતી, જેમાં વોઇસ-ફર્સ્ટ ફીચરનો સમાવેશ થાય છે જેનાથી ઉપયોગકર્તા તેમની પોતાની ભાષામાં બોલીને મનગમતું કન્ટેન્ટ માણી શકશે અને ફોનનો ઉપયોગ પણ કરી શકશે, એ ઉપરાંત પાવરફૂલ કેમેરાનો પણ ઉપયોગ કરી શકશે તથા એન્ડ્રોઇડના લેટેસ્ટ ફીચર તથા સિક્યુરિટીના અપડેટ્સ પણ મળશે.

આ પણ વાંચો…Civil pediatric surgeon: બાળકના મોટા અને નાના આંતરડાના બંન્ને છેડે સ્ક્રુ ચોંટીને ફસાઇ ગયો; અને પછી શું થયું…..

બંને કંપનીઓએ મર્યાદિત સંખ્યામાં ઉપયોગકર્તાઓને જિયોફોન નેક્સ્ટ આપ્યા છે અને તેમના અનુભવો પરથી તેમાં જરૂરી સુધારા-વધારા કરવામાં આવી રહ્યા છે. દિવાળીના તહેવારોની સિઝનમાં આ ફોન ઉપલબ્ધ થાય તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર વિશ્વમાં પ્રવર્તી રહેલી સેમિકન્ડક્ટરની અછતને પહોંચી વળવામાં પણ મદદરૂપ નીવડશે.

જિયોફોન નેક્સ્ટ ગૂગલ આસિસ્ટન્ટ, ઓટોમેટિક રીડ-અલાઉડ એન્ડ લેંગ્વેજ ટ્રાન્સલેશન ફોર એની ઓન સ્ક્રીન ટેક્સ્ટ, એક સ્માર્ટ કેમેરા અને ભારતીયો ની જરૂરિયાત મુજબના ફિલ્ટર્સ તથા અન્ય ઘણીબધી વિશેષતાઓ ધરાવે છે. બંને કંપનીઓ લાખો ભારતીયો માટે નવી તકોનું સર્જન કરવાના તેમના લક્ષ્યાંકને સમર્પિત છે, ખાસ કરીને એવા ભારતીયો કે જે પહેલીવાર ઇન્ટરનેટનો ઉપયોગ કરશે.

Whatsapp Join Banner Guj