Sachin shroff as taarak mehta

Sachin shroff as taarak mehta: આ કલાકાર નિભાવશે તારક મહેતાની ભૂમિકા, અભિનેતાએ શરુ પણ કરી દીધુ છે શુટિંગ

Sachin shroff as taarak mehta: અસિત મોદીએ કહ્યું હતું કે તેમણે નવા તારક મહેતા તરીકે સચિન શ્રોફને કાસ્ટ કર્યા

મનોરંજન ડેસ્ક, 13 સપ્ટેમ્બરઃ Sachin shroff as taarak mehta: છેલ્લા ઘણા સમયથી સિરિયલમાં તારક મહેતાનું પાત્ર જોવા મળતું નહોતું. શૈલેષ લોઢાએ ખાસ્સા સમયથી સિરિયલનું શૂટિંગ બંધ કરી દીધું હતું. દર્શકો તથા મેકર્સને આશા હતી કે શૈલેષ લોઢા શોમાં પરત ફરી શકે છે, પરંતુ હવે નવા તારક મહેતા આવતાં જ આ તમામ વાતો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે, 42 વર્ષીય સચિન શ્રોફે સિરિયલનું શૂટિંગ શરૂ કરી દીધું છે. પ્રોડ્યુસર અસિત મોદીએ આ વાતને કન્ફર્મ પણ કરી છે. નોંધનીય છે કે શૈલેષ લોઢાની ઉંમર 52 વર્ષ છે અને દિલીપ જોષી (જેઠાલાલ) 54ના છે. હવે સચિન શ્રોફ નવા ‘તારક મહેતા’ તરીકે જોવા મળશે.

આ પણ વાંચોઃ Fire electric scooter showroom: ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગ કરતી વખતે શો રૂમમાં બની દુર્ઘટના, ભીષણ આગ લાગવાથી 8ના લોકોના મોત નિપજ્યા

એક ઇન્ટરવ્યુમાં અસિત મોદીએ કહ્યું હતું કે તેમણે નવા તારક મહેતા તરીકે સચિન શ્રોફને કાસ્ટ કર્યા છે. સચિને શૂટિંગ શરૂ કરી દીધું છે. શૈલેષને મનાવવાનો પ્રયાસ કર્યો હતો અને વચ્ચેનો રસ્તો કાઢવાનું વિચાર્યું હતું, પરંતુ તેમણે શો છોડી દીધો. વ્યૂઅર્સ રોકાઈ શકે એમ નથી, તેથી તેઓ તારક મહેતા તરીકે કોઈકને તો શોમાં લાવવાના જ હતા.

તેમણે વધુમાં કહ્યું હતું કે ભગવાનને એ જ પ્રાર્થના છે કે સચિનને દર્શકો સ્વીકારી લે અને તેને પ્રેમ કરે. આ સિરિયલ છેલ્લાં 15 વર્ષથી ચાલે છે અને ઉતાર-ચઢાવ તો આવતા રહે. દર્શકો હંમેશાં પ્રાથમિકતા રહેશે અને તે દર્શકોને નિરાશ કરી શકાય નહીં. તેમની પાસે ડિરેક્ટર્સ તથા રાઇટર્સની સારી ટીમ છે અને આશા છે કે સચિનને તારક મહેતાના પાત્ર તરીકે દર્શકો સ્વીકાર કરશે.

આ પણ વાંચોઃ Sarabjit singh wife death: પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા સરબજીત સિંહની પત્નીનું રોડ અકસ્માતમાં નિધન- વાંચો વિગત

Gujarati banner 01