Delhi CM and Deputy CM visit Gujarat

Delhi CM and Deputy CM visit Gujarat: આવતી કાલે CM કેજરીવાલ વડોદરાની અને મનીષ સિસોદિયા અમદાવાદ આવશે- આ રહેશે કાર્યક્રમ

Delhi CM and Deputy CM visit Gujarat: ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કરશે અને ટાઉનહોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરશે

વડોદરા, 20 સપ્ટેમ્બરઃ Delhi CM and Deputy CM visit Gujarat: આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વિડિયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે એટલે કે 20 સપ્ટેમ્બરે વડોદરા મુકામે પધારી રહ્યા છે. તેઓ વડોદરામાં એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને ટાઉનહોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરશે.

આ સાથે જ તેમની સાથે દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા પણ પરમદિવસે અમદાવાદ ખાતે પધારી રહ્યા છે. 21 સપ્ટેમ્બરે તેઓ અમદાવાદ પધારશે અને સાબરમતી આશ્રમથી પૂજ્ય બાપુના દર્શન કરી ગુજરાતની અંદર યાત્રાની શરૂઆત કરશે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ યાત્રા ફરશે અને લોકોને પરિવર્તન લાવવા માટે મનીષ સિસોદિયા હાકલ કરશે.

આ પણ વાંચોઃ Air attack on school: હેલિકોપ્ટરોનો સ્કૂલ પર હવાઇ એટેક, 7 બાળકો સહિત 13ના મોત, અનેક ઘાયલ

આ પણ વાંચોઃ Sagar dabhiya join AAP: રાજુલાના જાણીતા અને તમામ જ્ઞાતિમાં નામના ધરાવતા સાગરભાઈ ડાભિયા ‘આપ’ પાર્ટીમાં જોડાયા

Gujarati banner 01