સ્વાસ્થ્યમંત્રી(health minister) હર્ષવર્ધને રસી લેનારા લોકોને કરી અપીલઃ સક્ષમ હોય તો પૈસા આપીને રસી લો…!

health minister

નવી દિલ્હી, 02 માર્ચઃ ગઇકાલથી રસીકરણનો બીજો તબક્કો શરુ થઇ ગયો છે. ગઇ કાલે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પણ રસી લઇ લીધી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે કોરોના વેક્સિન બજારમાં સામાન્ય માણસો માટે દવાઓની જેમ ઉપલબ્ધ નહીં બને. ભવિષ્યમાં આવી કોઇ યોજના પણ નથી. કારણ કે જે કોરોના વેક્સિન બનાવવામાં આવી છે., તે માત્ર ઇમરજન્સી ઉપયોગ માટે જ બનાવવામાં આવી છે. વેક્સિનને નિષ્ણાંતો અને ડોક્ટોરોની નજર હેઠળ રાખવામાં આવી છે. જેથી તેને હાલમાં બજારમાં મુકી શકાય નહીં.

Whatsapp Join Banner Guj

સ્વાસ્થ્ય મંત્રી(health minister) હર્ષવર્ધને સાથે જ અપીલ કરી છે કે જે લોકો સક્ષમ છે, તેમણે પૈસા આપીને કોરોના વેક્સિન લેવી જોઇએ. પછી તે કોઇ મંત્રી હોય, સાંસદ હોય કે કોઇ પણ વ્યક્તિ હોય. તેમણે કહ્યું કે આવું કરવાથી જે લોક ખરેખર જરુરિયાતમંદ છે તેમને મફતમાં કોરોના વેક્સિન મળી શકશે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, સાથે જ તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત બાયોટેકની કોવેક્સિન લગાવીને સ્વદેશીનો સંદેશ આપ્યો છે. સાથે જ તમામ પ્રકારની અફવાઓ અને લોકોના ભ્રમ ઉપર પણ પૂર્ણવિરામ લગાવ્યું છે. તમામ સવાલોના જવાબ આજે વડાપ્રધાને આપી દીધા છે. જ્યારે તેમને કોંગ્રેસે ઉઠાવેલા સવાલો વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કોંગ્રેસના સવાલો જવાબ દેવાને લાયક પણ નથી.

આ પણ વાંચો….

Panchayat Election: ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસની પરાજય,તો બીજી તરફ આપનું આગમન- કમળની જીત યથાવત- હાર્દિકે પોતાની અધ્યક્ષતા ચાખ્યો હારનો સ્વાદ