23 02 2021 ahmedabad bjp

Panchayat Election: ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસની પરાજય,તો બીજી તરફ આપનું આગમન- કમળની જીત યથાવત- હાર્દિકે પોતાની અધ્યક્ષતા ચાખ્યો હારનો સ્વાદ

Panchayat Election
  • હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો
  • વિરમગામ નગરપાલિકામાં હજીસુધી કોંગ્રેસનું ખાતું ના ખુલ્યું
  • ધારાસભ્ય અશ્વિન કોટવાળ ના પુત્રની કારમી હાર
  • દ્વારકા જિલ્લા પંચાયત માં કોંગી દિગ્ગજ વિક્રમ માડમ ના પુત્ર હારી ગયા
  • સુત્રાપાડા તાલુકાની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવારનો એક મતે વિજય
  • ધોરાજીમાંં કોંગ્રેસના ગઢ ગણાતા લલિત વસોયાના ગઢમાં ગાબડુ, 9 સીટ પર ભાજપનો ભગવો લહેરાયો

ગાંધીનગર, 02 માર્ચઃ ગુજરાતના ગ્રામિણ ક્ષેત્રમાંથી કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પક્ષે મહામંથન(Panchayat Election) કરવું જરૂરી બન્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પોતાના ઝંડા ગુજરાતના રાજકારણમાં ગાડ્યા છે, બેઠકો જીતીને તમામ ક્ષેત્રો અન્ય પક્ષોને પણ અચરજમાં પાડ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ અને પાંચ માં ઉમેદવારી કરી હતી પરંતુ ત્યાં બંને બેઠકો પર તે હારી ગયા છે તેનો કારમો પરાજય થયો છે.

ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત(Panchayat Election), 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયુ હતુ. ગુજરાતના ગ્રામીણ ભાગો પર વર્ચસ્વ માટે મુખ્ય હરિફ પક્ષો એવા ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. હવે આજના લોકચુકાદા પુર્વે બન્ને મુખ્ય રાજકીય પક્ષોના શ્વાસ અદ્ધર છે. રાજકીય નિષ્ણાંતો એવો નિર્દેશ કરી રહ્યા છે કે 2015માં વાતાવરણ અલગ હતું. પાટીદાર અનામત આંદોલન, કૃષિપેદાશોના નીચા ભાવ સહિતના પરિબળો હતો. ગ્રામ્ય મતદારો ભડકેલા હતા. ઉલ્લેખનીય છે કે તમામ જીલ્લા પંચાયત નગરપાલિકા તથા તાલુકા પંચાતની બેઠકોની ચૂંટણીની પરિણામોની ગણતરી શરૂ થઈ ગયું છે. તાપી જિલ્લામાં યોજાયેલા સ્થાનિક સ્વરાજ્યના મતદાનની આજે મત ગણતરી યોજાઈ રહી છે.

Whatsapp Join Banner Guj

ગુજરાતમાં મહાનગરપાલિકા બાદ હવે પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં પણ ભગવો લહેરાતા કમલમમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. ચૂંટણીમાં અભૂતપૂર્વ જીત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ કમલમ પર પહોંચ્યા… મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કમલમ પોહચી ગયાં છે. આઈ.કે જાડેજાએ ખેસ પહેરાવી મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કર્યું હતુ.

આ પણ વાંચો….

શું ગુજરાતમાં દારૂબંધી (Alcoholism)ની મળી શકે છે છૂટ, હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો- વાંચો સંપૂર્ણ અહેવાલ