Pradip sinh Jadeja

વધતા સંક્રમણના કારણે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન(inauguration) કરવામાં આવ્યું રદ્દ, રાજ્યગૃહમંત્રી કરવાના હતા ઉદ્ધાટન

શાહીબાગમાં 50 બેડના આઇસોલેશન વોર્ડની શરૂઆત– જેનુ ઉદ્ધાટન (inauguration) રાજ્યગૃહમંત્રી કર્યુ હતુ..!

ગાંધીનગર, 06 મેઃ inauguration સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. હોસ્પિટલો પણ ખાલી નથી તેવા સંજોગોમાં પણ નવી ઉભી થતી આરોગ્ય વિષયક સેવાઓ ઝડપથી અમલમાં મુકી દેવાના બદલે તેના ઉદઘાટન (inauguration) સમારોહ યોજાઈ છે. મહામારી વચ્ચે ઉદઘાટન-મોહ જતો ના કરી શકાય ? તેવો પ્રશ્ન લોકોમાં પૂછાઈ રહ્યો છે. દરમ્યાનમાં બહેરામપુરાની ચેપીરોગ હોસ્પિટલના પ્રાંગણમાં ઉભા કરાયેલા ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન સાંજે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે થવાનું હતું, જે છેલ્લી ઘડીએ રદ થતા ચર્ચા થઇ રહી છે કે પ્રદિપસિંહ જાડેજા વિવાદમાં ના સપડાય તેથી આ ઉદ્ઘાટન કાર્યક્રમ રદ કરવામાં આવ્યું છે.

oxygen plants 1 1024x683 1

બીજી તરફ ૧ કરોડના રૂપિયાના ખર્ચે ઉભા કરાયેલાં ૧૩ કિલોલીટર ક્ષમતાના આ પ્લાન્ટમાં ૧૦૦૦ બોટલનું રીફીલીંગ થઈ શકશે. જે પ્લાન્ટ ઉદઘાટન વગર ચાલુ કરી દેવાયો છે. ઓક્સિજનની ઓપરેશનલ કામગીરી માટે ત્રણ આસી. કમિશનરો નિયુક્ત કરાયા છે. મ્યુનિ.ના એક હોદ્દેદારને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનામાં લોકોના ટોળાં એકઠાં ના થાય તે હેતુથી ઉદઘાટન સમારોહ રદ કરાયો છે. જો આ બાબત સાચી હોય તો ગઈકાલે ઉદઘાટન(inauguration) સમારોહની જાહેરાત શા માટે કરવામાં આવી હતી ? તે સમયે કોરોના કેમ યાદ નહોતો આવ્યો ? કે પછી સમારોહ બંધ રાખવા અંગે અન્ય કોઈ રાજકિય કારણ છે ? આ પ્રશ્નો અનુત્તર છે.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, ઉપરાંત શાહીબાગમાં ૫૦ બેડના આઈસોલેશન વોર્ડનું ઉદઘાટન રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે ચાલુ રખાયું હતું. ઘાસીરામ ચૌધરી ભવન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં કોરોનાના દર્દીઓની સારવાર થશે. બીજી તરફ કોરોનાના દર્દીઓ ઘટવા છતાં ઓક્સિજન બેડ-આઈસીયુ બેડ અને વેન્ટીલેટર સાથેના બેડ હજુ પણ ફુલ છે. આ સંજોગોમાં રોજના ૩૦૦ ટન ઓક્સિજનની જરૂર પડે છે, જેની સામે ૨૪૦ ટનનો જથ્થો જ ઉપલબ્ધ છે. ૬૦ની મોટી ઘટ હજુ પણ ચાલુ રહેવા પામી છે. અમદાવાદમાં પહેલી વખત મેડિકલ ઓક્સિજનની આટલી મોટી માગણી ઉભી થઈ છે. કોરોનાના દર્દીઓ નોંધાવાનું હજુ ચાલુ જ હોવાથી ઓક્સિજનની માગણી પણ ચાલુ જ રહેવાની છે. ત્યારે ચેપીરોગ હોસ્પિટલ ખાતેનો પ્લાન્ટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમ માનવામાં આવે છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

સારા સમાચારઃ 12થી 15 વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે આવી ગઈ કોરોના રસી(vaccine for kids), આ કંપનીને રસીને મળી મંજૂરી