Madhu shrivshtav

Madhu Srivastava: મારા કાર્યકરની કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ: મધુ શ્રીવાસ્તવ

વડોદરા, 17 નવેમ્બર: Madhu Srivastava: વાઘોડિયાના ભાજપના MLA મધુ શ્રીવાસ્તવ આજે અપક્ષથી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા છે અને ફોર્મ ભર્યું છે. આજે સવારે તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કર્યું છે.

વડોદરામાં ભારતીય જનતા પાર્ટીએ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપતા બાગી બન્યા છે અને તેમણે ભાજપ સામે ખુલ્લો બળવો કરી દીધો છે. 

વાઘોડિયાના ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ફોર્મ ભરતા સમયે રેલી કાઢતા સમયે મધુ શ્રીવાસ્તવે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, મારા કાર્યકરને કોઈનાથી ડરવાની જરૂર નથી, હું હજી પણ બાહુબલી છું. મારા કાર્યકરની કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ. 

આ પણ વાંચોNitin gadkari: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત અચાનક બગડી, જાણો હવે કેવો છે સ્વાસ્થ્ય…

Gujarati banner 01